Monday, September 27, 2021
Homeઅમદાવાદ: નારોલ માં લાકડા ના પીઠા માં ભીષણ આગ, ફાયર બ્રિગેડ ની...
Array

અમદાવાદ: નારોલ માં લાકડા ના પીઠા માં ભીષણ આગ, ફાયર બ્રિગેડ ની 40 ગાડીઓ ઘટના સ્થળે

અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં આવેલા અમદાવાદ પીપળજ રોડ પરના ગણેશનગરના લાકડાના પીઠામાં ભીષણ આગ લાગી હતી. આગે ભયંકરરૂપ ધારણ કરતાં આજુબાજુમાં આવેલા રહેણાંક વિસ્તારમાં પ્રસરીને ઝૂંપડાઓને આગની ઝપેટમાં લીધા હતા. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ 40 ગાડીઓ સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કામે લાગી હતી.


આગ વિકરાળ થતાં ફાયરની ટીમો બોલાવાઈ: આગ વિકરાળ થતાં બ્રિગેડ કોલ જાહેર કરાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી અને શહેરભરના તમામ ફાયર ફાઈટરની ટીમને ત્યાં આગ લાગી ત્યાં મોકલવામાં આવી હતી. આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. ફાયરના તમામ અધિકારીઓ તેમજ ટોરેન્ટ પાવરના અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર છે.
કચરામાં લાગેલી આગ પ્રસરીને પીઠા સુધી પહોંચી: સ્થાનિકોની માહિતી મુજબ સૌ પહેલા કચરામાં આગ લાગી જે પ્રસરતા આસપાસમાં ટાયર અને બાદમાં લાકડાના પીઠામાં લાગી હતી. જે વધી આસપાસના ઝૂંપડામાં લાગી હતી. પવનના કારણે આગ ભીષણ બની હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments