Saturday, April 20, 2024
Homeઅમદાવાદ : નારોલ-લાંભા રોડ પર ત્રિપલ એક્સિડેન્ટમાં 3ના અને ભાડજ રિંગ રોડ...
Array

અમદાવાદ : નારોલ-લાંભા રોડ પર ત્રિપલ એક્સિડેન્ટમાં 3ના અને ભાડજ રિંગ રોડ પર 2ના મોત

- Advertisement -

અમદાવાદઃ શહેરમાં ગઈકાલે રાત્રે બે અકસ્માત થયાં હતા. જેમાં પાંચ વ્યક્તિએ પોતાના જીવ ગુમાવવા પડ્યા હતા. જેમાં લાંભા ગામ ટર્નિંગ પાસે રાત્રે સર્જાયેલા ત્રિપલ એક્સિડેન્ટમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતાં. અસલાલી તરફથી પૂરપાટ ઝડપે આવેલા કારચાલકે એક્ટિવાને ટક્કર મારી રોડની સાઈડમાં ઉભેલા ટ્રક પાછળ કાર અને એક્ટિવા ઘૂસાડી દીધી હતી. જ્યારે એસપી રિંગ રોડ પરના ભાડજ પાસે રોંગ સાઈડમાં આવેલા બોલેરો ચાલકે બાઈકસવારને અડફેટે લેતા બેના મોત નિપજ્યા હતા. આમ બે એક્સિડેન્ટમાં કુલ 5 લોકોના મોત થયા હતા.

બે મિત્રો ફાર્મ પર ગયા હતા
શાહપુર મિલ કમ્પાઉન્ડમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા બદયૂજમાં કુરેશી (ઉ.વ.50) અને મીરઝાપુર નવાવાસમાં રહેતા રાતે તેઓ ઘરે પરત ફરતા હતા ત્યારે લાંભા ગામ ટર્નિંગ નજીક પાછળથી આવેલા કારચાલક વીરેન્દ્રસિંહ ભાટીએ એક્ટિવાને ટક્કર મારી રોડની સાઈડમાં ઉભેલી ટ્રકમાં એક્ટિવા ઘૂસાડી દીધું હતું. જ્યારે કાર પણ ટ્રક પાછળ ઘુસી ગઇ હતી.તેમનાં મિત્ર મહંમદ અખ્તર કુરેશી (ઉ.વ.50) સાથે પાદરા-પીપલજ પાસે આવેલા તેમના ફાર્મ પર બપોરે ગયા હતા.
બંને મિત્રોના ઘટનાસ્થળે જ મોત, કારચાલક પણ મોતને ભેટ્યો
  • અકસ્માતમાં એક્ટિવા પર રહેલા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજયાં હતા. જ્યારે વીરેન્દ્ર સિંહ ભાટીનું પણ ટૂંકી સારવાર બાદ મોત થયું હતું.
  • ઘટનાની જાણને પગલે દોડી આવેલી કે ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે વિરેન્દ્રસિંહ ભાટી સામે ગુનો નોંધ્યો હતો.
  • વીરેન્દ્રસિંહ ભાટી ક્યાંનો રહીશ છે અને ક્યાંથી આવતો હતો એ અંગે હજી સુધી કોઈ જાણકારી મળી નથી.
ભાડજ ખાતે બાઈકસવારને અડફેટે લઈ બોલેરો મૂકી ચાલક ફરાર

એસપી રિંગ રોડ પર ભાડજ સર્કલ નજીક બોલેરો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર જતાં બે વ્યક્તિના મોત નિપજ્યાં હતાં. રોંગ સાઈડમાં આવતાં બોલેરો ચાલકે બંને બાઈકસવારને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ ચાલક નાસી છૂટ્યો હતો. સચદેવ ભંડારી અને મનવીર લુહાર નામના બંને યુવક બાઈક પર જતાં હતાં ત્યારે અકસ્માત થયો હતો અને બંનેના મોત થયા હતા. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular