Tuesday, September 28, 2021
Homeઅમદાવાદ ના પત્રકાર ના રહસ્યમય મોત નું સત્ય બહાર લાવવા ...
Array

અમદાવાદ ના પત્રકાર ના રહસ્યમય મોત નું સત્ય બહાર લાવવા વલસાડ પત્રકાર એસો.ની માંગ

અમદાવાદની ખાનગી ચેનલના પત્રકારના મોત મામલે ઊંડી તપાસ કરી સાચી હકીકત બહાર લાવવા પત્રકાર વેલફેર એસોસિયેશન, વલસાડ દ્વારા જિલ્લા કલેકટરને તથા ખેરગામ પત્રકાર સંઘ દ્વારા ખેરગામ નાયબ મામલતદારને મુખ્યમંત્રીને સંબોધીને લખેલું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
અમદાવાદની ખાનગી ચેનલના 26 વર્ષીય પત્રકાર કમ કોપી એડિટર ચિરાગ પટેલની તા. 16.03.19 ના રોજ સળગી ગયેલી લાશ મળી આવી હતી. જેમાં ચિરાગના ભાઈ જૈમિનભાઈએ હત્યાની આશંકા પોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી. આ પત્રકારના અસંદિગ્ધ મોતને 10 દિવસ વીતી જવા છતાં અમદાવાદ પોલીસ-હત્યા કે આત્મહત્યા તે સ્પષ્ટ કરી શકી નથી. તેમજ મોતનુ સ્પષ્ટ કારણ શોધી શકી નથી. લોકસભાની ચૂંટણી સમયે પત્રકારની હત્યા થવી ખૂબ જ જઘન્ય કૃત્ય છે, જેની તલસ્પર્શી તપાસ કરી પોલીસ ચિરાગના મોત મામલે સાચી હકીકત બહાર લાવે તેમજ બનાવમાં સામેલ હર કોઈ વ્યક્તિ સામે પગલાં લે તેવી માંગની વલસાડ પત્રકાર વેલ્ફેર એસોસિયેશન દ્વારા કરવામાં આવી હતી. વલસાડના પત્રકારોએ એકત્ર થઈ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંબોધીને લખેલું આવેદનપત્ર વલસાડ જિલ્લા કલેકટર કે.જે.બોર્ડરને આપ્યુ હતું.

આ ઉપરાંત ખેરગામ પત્રકાર સંઘ દ્વારા પણ તાલુકા નાયબ મામલતદાર પિયુષ પટેલને આવેદનપત્ર આપી ચિરાગ પટેલના મોત મામલે તપાસ કરવાની માંગ કરાઈ હતી . સાથોસાથ પત્રકાર એસોસિએશન દ્વારા અવારનવાર પત્રકારો પર થતા હુમલાના બનાવ સામે પત્રકારોને રક્ષણ મળે તેવું આયોજન કરી ગુજરાત રાજ્યના પત્રકારોને સરકાર સંપૂર્ણ સલામતી પૂરી પાડે તેવી માંગણી કરવામાં આવી હતી.

રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments