અમદાવાદ : નો ટોબેકોની જાગૃતિ માટે સિવિલ કેમ્પસમાં 800 લોકોની માનવ સાંકળ રચાઈ,

0
26

અમદાવાદઃ 31મી મે વર્લ્ડ નો ટોબેકો દિવસે સિવિલ હોસ્પિટલ અને પોલીસ દ્વારા કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે રેલીનું આયોજન કરાયું હતું. આ દિવસે સિવિલ કેમ્પસમાં તમાકુ ખાનારા કે કોઈ તમાકુ પ્રોડક્ટ રાખનારને રૂ. 50 દંડ કરાશે. આ ઉપરાંત સિવિલ કેમ્પસની બહાર 100 મીટરના એરિયામાં તમાકુ પ્રોડક્ટ વેચી શકાશે નહિ. જો કોઇ પકડાશે તો રૂ. 50 દંડ ભરવો પડશે. સિવિલ હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ ડો. એમ. એમ. પ્રભાકરે જણાવ્યું હતું કે, 31 મે વર્લ્ડ નો ટોબેકો દિવસ સંદર્ભમાં તમાકુથી થતાં નુકસાન અને કેન્સર જેવા મહારોગની અવેરનેસ ફેલાવવા માટે બી.જે. મેડિકલથી સિવિલ કેમ્પસ અને આસપાસનાં વિસ્તારમાં રેલીનું આયોજન કર્યું હતું, જેમાં અંદાજે 2 હજારે ભાગ લીધો હતો. શુક્રવારથી કોઈ તમાકુની પ્રોડક્ટ ખાતું કે વેચતું ઝડપાશે તો રૂ. 50 દંડ થશે અને તે રકમ રોગી કલ્યાણ સમિતિમાં જમા કરાવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here