Tuesday, September 28, 2021
Homeઅમદાવાદ : પત્નીના આત્મહત્યા બાદ પતિએ પણ આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો
Array

અમદાવાદ : પત્નીના આત્મહત્યા બાદ પતિએ પણ આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો

અમદાવાદ: બાપુનગરમાં રહેતા યુવકે પત્નીના આત્મહત્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો છે. પત્નીની આત્મહત્યા પાછળ પતિ અને તેમના પરિવારને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપી પૈસાની માંગ કરવાં આવી હતી. જેના કારણે કંટાળી પત્ની પાસે જાઉં છું, મારા મોત પાછળ મારા સસરા અને સાળા જવાબદાર છે તેવી સ્યુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી છે. વાડજ પોલીસે 6 લોકો સામે આત્મહત્યાના દુષ્પ્રેરણ બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


બાપુનગરની અનુપમ કોલોનીમાં રહેતા સંજય પટેલના 2011માં ચેતનાબેન સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ 7 વર્ષ સુધી અલગ અલગ જગ્યાએ દવા કરાવવા છતાં સંતાન પ્રાપ્તિ ન થતા 2/8/2018માં ચેતનાબેને ઘરે ગળાફાંસો ખાઈ આત્મ હત્યા કરી લીધી હતી. સંજયના સસરા કનુભાઈ પટેલે પોતાની પુત્રીએ તેના પતિ અને સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની ફરિયાદ બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેમાં સાનજંયને આગોતરા જમીન મળ્યા ન હતા જેથી તે ટેંશનમાં રહેતો હતો. સસરા કનુભાઈ, મામાજી ભાઈલાલભાઈ, સાળા સમીર અને રાહુલ પટેલ, કૌટુંબિક સસરા અમરતભાઈ અને કુવા કીર્તિભાઇ મળતા હતા ત્યારે ચેતનાએ તમારા ત્રાસથી આત્મહત્યા કરી છે, તમારા પરિવારને જીવવા નહીં દઈએ તેવી ધમકી આપતા હતા. સમાધાન માટે વાડજ પાસે બોલાવી 50 લાખ રૂપિયાનો માંગણી કરી હતી. પૈસાની માનગ અને ધમકીથી શઝય ટેંશનમાં રહેતો હતો અને આત્મહત્યાના વિચાર કરતો હતો.

11 માર્ચના રોજ સંજયે ઉસ્માનપુરા દામોદર બિલ્ડિગમાં આવેલા મકાનમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસે મકાનમાં તપાસ કરતા એક ચિઠ્ઠી મળી હતી જેમાં પોતે આત્મહત્યા કરે છે. આત્મહત્યા માટે સસરા, બે સાળા, બનેવી વગેરે જવાબદાર છે, હું ચેતનાએ ખુબ જ પ્રેમ કરું છું , સાત જન્મ સુધી પામવા માંગુ છું. ચેતનાની ખુબ યાદ આવે છે. હું ચેતના પાસે જાઉં છું, મને બહુ જ હેરાન કર્યો છે. તેવું લખ્યું હતું. પોલીસે ચિઠ્ઠી કબ્જે કરી લીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments