અમદાવાદ : પબ્જી રમતા યુવકોની ધરપકડ સામે નિરમાના વિદ્યાર્થીની હાઇકોર્ટમાં રિટ

0
0

અમદાવાદ: રાજ્ય સરકારે પબ્જી ગેમને પ્રતિબંધિત કરતું નોટિફિકેશન કર્યા બાદ અમદાવાદ અને રાજકોટમાં અનેક યુવકોની ગેરકાયદે રીતે ધરપકડ કરવામાં આવતી હોવાની રજૂઆત સાથે હાઇકોર્ટમાં વધુ એક જાહેરહિતની રિટ થઇ છે. જેમાં હાઇકોર્ટે અરજદારને સ્પષ્ટ કહ્યું હતું કે, દેશમાં નાગરિકોને બંધારણમાં સ્વતંત્રતા આપવામાં આવી છે પરંતુ તે અનિયંત્રિત સ્વતંત્રતા નથી. હાઇકોર્ટે કેસને આગામી સોમવાર પર મુલતવી રાખ્યો છે.

નિરમા યુનિ.માં કાયદાનો અભ્યાસ કરતા પૃથ્વીરાજસિંહ ઝાલા દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરાયેલી જાહેરહિતની રિટમાં એ‌વી રજૂઆત કરાઇ છે કે, વ્યક્તિ પોતાના ઘરમાં કે ઘરની બાલ્કનીમાં બેસીને કોઇ પણ ગેમ રમે તેને બદલે તેની ધરપકડ કરવી તે વ્યક્તિ સ્વાતંત્રતાના અધિકાર પર તરાપ સમાન છે. બંધારણે તમામ નાગરિકોને સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે. રાજ્ય સરકારે બંધારણ વિરુદ્ધ જઇને વ્યક્તિ સ્વતંત્રતાને રોકતો પબ્જી ગેમ સામેનો પરિપત્ર કર્યો છે.આ પરિપત્રને આધારે પોલીસ દ્વારા યુવકોની ધરપકડ કરવામાં આવી રહી છે. બંધારણના અનુચ્છેદ 21નું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here