અમદાવાદ : પરિમલ ગાર્ડન પાસેની એપલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો

0
56

અમદાવાદ: શહેરના પરિમલ ગાર્ડન નજીક આવેલી એપલ મલ્ટિસ્પેશિયાલિસ્ટ બાળકોની હોસ્પિટલના ચોથા માળે ભીષણ આગ લાગી હતી. 4 ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવી લીધો છે. બાટલો ફાટવાથી આગ લાગી હતી. જોકે હાલ તમામ બાળકો અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હોસ્પિટના સ્ટાફે નીચે આવેલી જગ્યામાં બાળકોને રાખી સારવાર આપી હતી. કોઈપણ બાળકને તકલીફ પડી ન હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here