Friday, December 3, 2021
Homeઅમદાવાદ પહેલીવાર દેશમાં ટોપ ટેનમાં પહોંચ્યું, રેકિંગમાં 6ઠ્ઠા નંબરે
Array

અમદાવાદ પહેલીવાર દેશમાં ટોપ ટેનમાં પહોંચ્યું, રેકિંગમાં 6ઠ્ઠા નંબરે

અમદાવાદ: દેશભરમાં સ્વચ્છ સર્વેક્ષણનું પરિણામ આજે બુધવારે જાહેર થયું હતું.  જેમાં અમદાવાદ ટોપટેનમાં આવ્યું હતું અને છઠ્ઠો રેંક મેળવવામાં સફળતા મળી હતી. ત્રણ વર્ષના સર્વેક્ષણમાં અમદાવાદ બે વખત 14મા અને એક વખત 12મા ક્રમે આવ્યું હતું. આ સિવાય ગુજરાતમાંથી રાજકોટને 9મો રેંક મળ્યો હતો. જ્યારે સુરતને 14મો રેંક મળ્યો હતો.

દર વર્ષે સ્વચ્છ સર્વેક્ષણનું પરિણામ એપ્રિલ કે મેમાં જાહેર થાય છે. પરંતુ આ વર્ષે લોકસભાની ચૂંટણી જાહેર યોજાવાની હોવાથી આજે દિલ્હી ખાતે સ્વચ્છ સર્વેક્ષણનું પરિણામ જાહેર થયું હતું. જેમાં ટોપટેનમાં આવતા શહેરોને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ અપાયા હતા. જેમાં અમદાવાદને પણ એવોર્ડ મળ્યો હતો.
આ વર્ષે શહેરને કન્ટેન્ટર ફ્રી (જાહેર રોડ પરથી કચરાપેટી ખસેડાઈ) કરાયું હતું. છેલ્લા બે વર્ષમાં ક્યારેય સેગરીગેશન (લીલો-સૂકો કચરો અલગ તારવવો) કરીને કચરો મળતો ન હતો. પરંતુ મ્યુનિસિપલ કમિશનરે સેગ્રિગેટ કરેલો કચરો જ લેવાનું ફરજિયાત કરતા સેગરિગેશનના માર્કસ પણ શહેરને પહેલી વખત મળ્યા છે.
આ વખતે ઓડીએફ પ્લસ અને ઓડીએફ પ્લસ પ્લસનું રેટિંગ પણ મળ્યું હતું. સિટીઝન્સ ફીડબેક માટે પણ મ્યુનિ.ના દરેક વિભાગોને કામે લગાડવામાં આવતા તેમાં પણ દર વર્ષ કરતા માર્કસ વધુ મળ્યા હોવાનો દાવો અધિકારીઓએ કર્યો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments