Tuesday, December 7, 2021
Homeઅમદાવાદ : પાંચ હોમગાર્ડના જવાનોએ પોલીસ સ્ટેશનની બહાર જ સાથી કર્મચારીને માર...
Array

અમદાવાદ : પાંચ હોમગાર્ડના જવાનોએ પોલીસ સ્ટેશનની બહાર જ સાથી કર્મચારીને માર માર્યો

અમદાવાદ: ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પાંચ હોમગાર્ડના જવાનોએ તેના જ સાથી કર્મચારીને પોલીસ સ્ટેશનની બહાર જ માર માર્યો છે. ઉપરી અધિકારીઓને ચઢામણી કરી હેરાન કરતા હોવાની શંકા રાખી માર્યો હતો. અમારા સમાજના માણસોને બોલાવી હાથ-પગ તોડાવી નાખવાની ધમકી આપી હતી. જેના પગલે હોમગાર્ડ જવાનો સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ફાળવેલ પોઇન્ટ પર ન જવા બોલાચાલી કરી હતી
ચાંદખેડામાં રહેતા અને હોમગાર્ડમાં ફરજ બજાવતા મનીષ અરોરાને 21 જાન્યુઆરીએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોકરી આપી હતી. પીએસઆઈ વી.આર. પટેલે હોમગાર્ડ જવાનોનો રોલ કોલ લઈ ફાળવેલ પોઇન્ટ પર જવા જણાવ્યું હતું, પરંતુ અમુક હોમગાર્ડ જવાનોએ પીએસઆઈ સાથે અણછાજતું વર્તન કરી અને ફાળવેલ પોઈન્ટ પર જવાની ના પાડી હતી.
તેની પીએસઆઈએ ઉપરી અધિકારીઓને જાણ કરી હતી. જેમાં સંજય મોતીભાઈ દેસાઈ, નિલેશ બળદેવભાઈ દેસાઈ, લેબાભાઈ અમથાભાઈ દેસાઈ, લાભુભાઈ રબારી અને રોહિત.ડી.રબારી નામના હોમગાર્ડે મનીષ પર શંકા રાખી ધમકીઓ આપતા હતા.
પોલીસ સ્ટેશનની બહાર જ મારામારી કરી

શુક્રવારે રાતે મનીષ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન બહાર નોકરીની વહેંચણીની રાહ જોતા હતા ત્યારે લાભુ, સંજય અને નિલેશ મનીષ પાસે આવી તું પોલીસ અધિકારીઓને ચઢામણી કરી નોકરીમાં હેરાન કરાવે છે. તેમ કહ્યું હતું.

મનીષે હું આવું નથી કરતો કહેતા ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા અને ઝપાઝપી શરૂ કરી હતી. જેમાં રોહિત અને લેબાભાઈ પણ આવી મારામારી કરી હતી. અન્ય પોલીસકર્મીઓ દોડી આવી તેઓને છોડવ્યા હતા.

સ્થાનિક રહેવાસી અને સમાજના માણસો પાસે માર મારવાની ધમકીના પગલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં મનીષે ફરીયાદ નોંધાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments