Sunday, January 23, 2022
Homeઅમદાવાદ : પાકિસ્તાન પ્રીમિયર લીગ મેચ પર સટ્ટો રમાડતા 4 ઝડપાયા
Array

અમદાવાદ : પાકિસ્તાન પ્રીમિયર લીગ મેચ પર સટ્ટો રમાડતા 4 ઝડપાયા

અમદાવાદ-રાજકોટ: એક તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવભરી પરસ્થિતિ છે ત્યારે અમદાવાદના સીજી રોડ પર પાકિસ્તાનમાં રમાતી પ્રીમીયર લીગ મેચ પર સટ્ટો રમાડતા ચાર શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓ ઓનલાઈન એપ્લિકેશન અને ટીવીમાં જોઈ દરેક બોલ પર સટ્ટો રમાડતા હતા. પોલીસે 34 મોબાઈલ, 3 લેપટોપ, મોબાઈલ મુકવાની પેટી સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ શરૂ કરી છે.

3 લોકોને સટ્ટો રમાડવા નોકરી પર રાખ્યા હતા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે સીજી રોડ પર આવેલા સોનારૂપા એપાર્ટમેન્ટમાં સાતમાં માળે આવેલા એક ફ્લેટમાં કેટલાક લોકો સટ્ટાકીય પ્રવૃતિ કરી રહ્યાં છે. જેના આધારે ગઈકાલે રાત્રે પોલીસે ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસે દીનકર શાંતિલાલ દાણીધારીયા (સાધુ) રહે. શક્તિ સોસાયટી, રાજકોટ, મહેશ ચનાભાઈ રાઠોડ, રહે. સોનારૂપા ફ્લેટ, સીજી રોડ, યોગેશ કિશોરભાઈ મીરાણી, રહે. સોનારૂપા ફ્લેટ, સીજી રોડ, અને યુવરાજ નીતિનભાઈ રઘુવંશી, રહે. દેવાસ ફ્લેટ જીવરાજપાર્કને ઝડપી લીધા હતા. ચારેય શખ્સ પાકિસ્તાનમાં રમાતી પ્રીમીયર લીગની પેશાવર અને મુલતાન વચ્ચેની મેચ પર સટ્ટો રમાડતા હતા. દીનકરે મહેશ, યોગેશ અને યુવરાજને માસિક પગાર પર નોકરીએ રાખ્યા હતા.
હાર-જીતના હિસાબનું વોઈસ રેકોર્ડિંગ પણ કરતા
આરોપીઓ બોબડી કાર્ડવાળા મોબાઈલ વડે ગ્રાહકોને દરેક બોલ પર સટ્ટાનો ભાવ જણાવી સેશન્સ લેતા હતા. દરેક હાર-જીતનો હિસાબ, મોબાઈલ, લેપટોપ અને આઈપોટ, વોઈસ રેકોર્ડિંગ ડિવાઈસ અને પેનડ્રાઈવમાં રાખતા. સેશન્સનો સટ્ટો દેવ અમદાવાદ( ભુરાભાઈ), મુકેશ મોર્ડન(રાજકોટ), અલી(રાજકોટ) અને દયાવાન નામના વ્યક્તિઓ પાસે કપાવતા હતા. ઝડપાયેલા તમામ આરોપીઓ મૂળ રાજકોટના રહેવાસી છે. પોલીસે ચાર વોન્ટેડ આરોપીઓની તપાસ હાથ ધરી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular