અમદાવાદ : પાનમસાલા ખાઈ રસ્તા પર થૂંકનાર દંડાયા, 50ને ઈ-મેમો ફટકારાયા

0
0

અમદાવાદ: શનિવારે રસ્તા પર પાન ખાઈને થૂંકનાર સામે એએમસીએ કાર્યવાહી કર્યાનો બનાવ સામે આવ્યો હતો. સ્વચ્છતા જાળવવાની દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કરેલા અભિયાન અંતર્ગત છેલ્લા ત્રણ દિવસથી જાહેરમાં થૂંકનાર 50 જેટલા લોકોને ઈ મેમો ફટકારી દંડ કર્યો છે.

દેશમાં AMCએ જ દંડ ફટકાર્યો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દેશનું પહેલું મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યું છે જેણે થૂંકનાર સામે કાર્યવાહી કરી છે.


પહેલા પાનના ગલ્લે જઈ દંડ કરાતો: ઈ મેમો ફટકારી દંડ કરાયો એ પહેલા કોર્પોરેશનના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના લોકો પાનના ગલ્લા પર રૂબરૂ જઈ દંડ ફટકારી દંડ વસૂલતા હતા. પરંતું હવે વાહન ચલાવતા કોઈ થૂંકે છ તો તેની સામે 2012 પબ્લિક હેલ્થના કાયદા અંતર્ગત થૂંકનારના ઘરે ઈ-મેમો મોકલાય છે. થૂંકતા પકડાયેલા લોકો ઈ મેમો ભરતા થયા હોવાનું બહાર આવ્યું છે.

પાનના ગલ્લાવાળાને દંડ: એએમસીએ છેલ્લા 25 દિવસમાં સ્વચ્છતા નહીં જાળવનારા પાનના ગલ્લા વાળાને રૂ. 2 હજારનો દંડ ફટકાર્યો હતો. અમદાવાદ શહેરમાં સ્વચ્છતા મામલે અત્યારસુધી રૂ. 60 લાખનો દંડ પાનના ગલ્લાવાળાઓને ફટકારવામાં આવ્યો હતો.

15 દિવસમાં દંડ ભરવો પડશે: થૂંકનારને એએમસી દંડ ફટકારે તો કાયદોનો ભંગ કરનારને 15 દિવસમાં ઈ-મેમોની રકમ ભરવાની રહેશે. પરંતુ જો ઈ મેમોનો દંડ ન ભરે તો તેવા લોકોના ઘરે જઈને એએમસીની ટીમ દંડ વસૂલશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here