Thursday, September 23, 2021
Homeઅમદાવાદ પાલડી વિસ્તારમાં થી પૈસા ની લેતી દેતી માં યુવક નું...
Array

અમદાવાદ પાલડી વિસ્તારમાં થી પૈસા ની લેતી દેતી માં યુવક નું અપહરણ,

અમદાવાદ: શહેરના ધરણીધર દેરાસર પાસેથી પૈસાની લેતી દેતીમાં ગઈકાલે રાતે યુવકનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. મણિનગરના એક ગાર્ડનમાં લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. બાદમાં તેને છોડી મુકવામાં આવતા યુવકે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સીજી રોડ પર આવેલા અશ્વમેઘ કોમ્પલેક્ષમાં રહેતા ખાનગી કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા તુષાર વોરાએ તેના મિત્ર રજનીકાંત વોરા મારફતે મણિનગરમાં રહેતા મહેશ રાણા નામના શખ્સ પાસેથી રૂ. 30000 ઉધાર મેળવ્યા હતા. પૈસા અવારનવાર માંગતા તુષાર પાસે પૈસા ન હોઈ આપ્યા ન હતા.

ગઈકાલે રાતે 8.30 વાગ્યે ધરણીધર ચાર રસ્તા પાસે તુષાર તેની પત્નીને મળીને ચાલતા જતો હતો ત્યારે બે શખ્સ આવ્યા હતા અને મહેશભાઈના પૈસા કેમ નથી આપતો કહી કારમાં અપહરણ કરી લીધું હતું. ચાલુ કારમાં મહેશ અને બને શખ્સોએ ગાળાગાળી કરી હતી. મણિનગરના એક ગાર્ડનમાં લઈ જઈ માર માર્યો હતો. બે દિવસમાં પૈસા આપવાનું કહી મહેશ સહિત બે શખ્સ ત્યાંથી જતાં રહ્યાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments