Monday, September 20, 2021
Homeઅમદાવાદ પુર્વે ભાજપ ના સાંસદ ના ઉમેદવારનો આજે ૨૧ ગામોનો પ્રચાર પ્રવાસના...
Array

અમદાવાદ પુર્વે ભાજપ ના સાંસદ ના ઉમેદવારનો આજે ૨૧ ગામોનો પ્રચાર પ્રવાસના કાર્યક્રમનો શુભારંભ

 

અમદાવાદ પુર્વે ભાજપના સાંસદના ઉમેદવાર હસમુખભાઈ પટેલે દહેગામ પાસે આવેલા પાલૈયા ગામે અંબાજી માતાના મંદીરે દર્શન કરી પ્રચાર પ્રવાસનુ શુભારંભ કર્યો.

 

 

 

અમદાવાદ પુર્વ ભાજપના સાંસદના ઉમેદવાર આજે સવારે ૯ વાગ્યે દહેગામ તાલુકાના પાલૈયા ગામે સમય અનુસાર આવી જતા પ્રથમ તો ભાજપના હોદ્દેદારો અને કાર્યક્રતાઓમા ભારે ખુશી વ્યાપી જવા પામી હતી. ૧૧ મી એપ્રીલ થી શરૂ થઈ રહેલી લોકસભાની ચુંટણીની અનુસરીને અમદાવાદ પુર્વ વિસ્તારના ભાજપના ઉમેદવાર હસમુખ ભાઈ પટેલ પ્રથમ તો દહેગામ ખાતે આવેલ પાલૈયા ગામે મા અંબાજી માતાના દર્શન કરીને તેમના આશીર્વાદ લઈને ૨૧ ગામોનો પ્રચાર પ્રવાસના કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. અને તેમને પ્રથમબેઠક પાલૈયાગામે આંબાજીમાતાના મંદીરના બહાર મતદારો ને સંબોધી ને પોતાનુ પ્રાસંગીક પ્રવચન આપ્યુ હતુ. અને આ પ્રસંગે પ્રચાર પ્રવાસ કાર્યક્રમ મા દહેગામ તાલુકા ના ધારાસભ્ય શ્રીબલરાજસિંહ ચૌહાણ, જિલ્લા મહામંત્રી ચંદ્રેશભાઈ પટેલ, ભાજપ કાર્યાલયના મુકેશભાઈ પટેલ તેમજ શુમેરૂભાઈ અમીન, માજી સદસ્ય મનુભાઈ બારોટ અને દહેગામ શહેર અને તાલુકાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તા ઓ મોટી સંખ્યામા જોડાયા હતા. અને દહેગામ તાલુકાના નાંદોલ, સાણોદા, વાસણા ચૌધરી જેવા ૨૧ ગામોનો રૂટમા આવતા ગામોના મતદારો અને આગેવાનોને મળીને તેમના કાર્યક્રમ અને ચુંટણીલક્ષી માહિતી મતદારોને આપી મને જંગી બહુમતથી જીતાડવા માટેની રજુઆતો કરવામા આવી હતી. અને તાલુકાનો આજનો રૂટ મતદારોને મળીને અને તમારો કીમતી વોટ ભાજપના ઉમેદવારને આપી અપાવી ઉમેદવારને વિજય બનાવવા માટે મતદારો પાસે નમ્રતા પુર્વક વિનંતી કરવામા આવી હતી. અને તાલુકાના ગામડાઓમા ગામની ભાગોળે જ રૂબરૂ મતદારોને મળવાનો કાર્યક્રમ ગોઠવવામા આવ્યો હતો.

કેમેરામેન સજન મકવાણા સાથે અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments