Tuesday, September 28, 2021
Homeઅમદાવાદ પુર્વે લોકસભા ના કોંગ્રેસ ના સાંસદ ઉમેદવાર ગીતાબેન પટેલે દહેગામ ખાતે...
Array

અમદાવાદ પુર્વે લોકસભા ના કોંગ્રેસ ના સાંસદ ઉમેદવાર ગીતાબેન પટેલે દહેગામ ખાતે મુલાકાત

 

 

અમદાવાદ પુર્વ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન પટેલ આજે દહેગામ ખાતે પુર્વ ધારાસભ્ય કામીનીબેન રાઠોડના કોંગ્રેસ કાર્યાલય ખાતે સાંજે ૬ વાગે તાલુકાના મતદારોની મળવા માટે તેમજ તાલુકા આગેવાનોને મુલાકાત માટેનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. તેમના મત વિસ્તારમા કોંગ્રેસ તરફથી સાંસદની ઉમેદવારી નોધાવીને દહેગામ તાલુકાની જનમેદનીને સંબોધી હતી. અને તેમને આજની આ સભામા કાર્યકરો સામે અને મતદારોના હૈયા ધ્રુજી જાય તેવા ધારદાર ભાષણો કરી ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ અને આગેવાનોના દીલ જીતી લીધા હતા. અને આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુર્યસિંહ ડાભી, દહેગામ માજી ધારાસભ્ય કામીનીબા રાઠોડ અને દહેગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જગતસિંહ ચૌહાણ અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ આ કાર્યક્રમમા મોટી સંખ્યામા હાજર રહેવા પામ્યા હતા. અને આજના આ કાર્યક્રમમા તેમના વિવિધ મુદ્દાઓ સાથે આવીને પોતાની ઓળખવિધિ અને હુ પોતે કોંગ્રેસની એક નાની કાર્યકર્તા છુ તેવી રજુઆતો કરી હતી. અને આજના આ પ્રસંગે મતદારોને જણાવ્યુ હતુ કે કોંગ્રેસના હાથ મજબુત કરવા માટે સાંસદ તરીકે હુ ઉમેદવારી નોધાવીને આવી હોવાથી મને સહકાર આપવાની રજુઆત કરી હતી. આમ આજના આ પ્રસંગને અનુરૂપ   આ સ્થળે મોટી સંખ્યામા કાર્યકર્તાઓ અને આગેવાનોની ભારે ભીડ જામી હતી.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments