ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકા ખાતે આગામી આવી રહેલી લોકસભાની ચુંટણીઓ માટે ભાજપ અને કૉગ્રેસમાં દોડ ધામ ચાલી રહી છે. તેમાં લોકસભાની બેઠકના ઉમેદવારોમાં અમદાવાદ પૂર્વ વિસ્તારના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી તરફ થી અસીતભાઇ વોરાનું નામ લોકચર્ચામાં ચર્ચાઇ રહ્યું છે જયારે અમદાવાદ પૂર્વની વિસ્તારના કૉગ્રેસના ઉમેદવાર તરીકે હિમાશુંભાઇ પટેલનું નામ દહેગામ તાલુકાના મતદારોમાં ચર્ચાઇ રહ્યું છે. જયારે સત્તાવાર ઉમેદવાર જાહેર થયા નથી પરંતુ મતદારોમાં થી ચર્ચાતી માહિતી મુજબ જાણવા મળ્યું છે. જયારે સત્તાવાર ઉમેદવારો તો ચુંટણીનું જાહેર નામુ બહાર પડ્યા પછી થશે. અને જે તે રાજકીય પક્ષ જે તે ઉમેદવારોને ટીકીટ ફાળવ્યા પછી ફાઇનલ નામો જાહેર થશે. પરતું હાલમાં તો લોકચર્ચામાં બન્ને નામો ખુલ્લે આમ ચર્ચાઇ રહ્યા છે. આગામી આવી રહેલી લોકસભાની બેઠકની ચુંટણીઓ માટે રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે અને ભાજપ અને કૉગ્રેસ પક્ષ આ વખતે લોકસભાની ચુંટણીઓ માટે મરણીયા જંગ ખેલશે