Monday, September 27, 2021
Homeઅમદાવાદ પૂર્વ બેઠક પર પરેશ રાવલનું પત્તુ કાપી BJP આ અભિનેતાને ટિકીટ...
Array

અમદાવાદ પૂર્વ બેઠક પર પરેશ રાવલનું પત્તુ કાપી BJP આ અભિનેતાને ટિકીટ આપશે તેવી અટકળોએ પકડ્યું જોર

ભાજપ દ્વારા લોકસભા 2019ની ચૂંટણી માટે ગુજરાતની 26માંથી 19 બેઠકો પરના ઉમેદવારોના નામોની જાહેરાત થઈ ગઈ છે. પરંતુ હજી પણ 7 બેઠકોના નામ જાહેર થવાના બાકી છે. કહેવાઈ રહ્યું છે કે આ 7 બેઠકોમાંથી કેટલીક બેઠકો એવી છે જે ગુજરાત ભાજપ અને હાઈ કમાન્ડ માટે માથાનો દુઃખાવા સમાન બની ગઈ છે.

એમાંની એખ બેઠક એટલે અમદાવાદ પૂર્વની બેઠક. હાલ આ બેઠક માટે મુખ્ય 2 દાવેદારો સિવાય અન્ય 2 લોકોના નામોની પણ અટકળોએ વેગ પકડ્યો છે.

મુખ્ય 2 દાવેદારોની રેસમાં અભિનેતા મનોજ જોષી તેમજ સ્થાનિક દાવેદાર સી.કે.પટેલના નામો સંભળાઈ રહ્યા છે. જોકે અહીંના કાર્યકર્તાઓ સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ અપાય તેવી માગ ઉઠાવી રહ્યાં છે.

જોકે સી.કે.પટેલ સ્થાનિક નેતા હોવાથી તેમના નામની જાહેરાતની શક્યતાઓ પ્રબળ છે.

તો મનોજ જોષી ઉપરાંત, ભરત પંડ્યા, ભૂષણ ભટ્ટ અને મહેશ કસવાલા, જગદીશ પંચાલ, જગરૂપ સિંહના નામ પણ આ રેસમાં સંભળાઈ રહ્યાં છે. તો મહિલા દાવેદાર તરીકે ભાવના દવે અને નિર્મલા વાઘવાણીના નામ પણ ચર્ચાઈ રહ્યાં છે.

શું કહે છે 2014ની પરિસ્થિતિ?

2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ બેઠક પરથી અભિનેતા પરેશ રાવલને ટિકિટ આપી હતી અને પૂર્વ સાંસદ હરિન પાઠકની રિપીટ નહોતા કર્યાં. જ્યારે કે વર્તમાન સાંસદ પરેશ રાવલ માટે ઘણી ફરિયાદો આવતા હવે પાર્ટી તેમને રિપીટ કરે તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments