Tuesday, December 7, 2021
Homeઅમદાવાદ પોલીસની પૂર્વ વિસ્તારમાં હેલ્મેટ વગરના અને રોંગ સાઈડ ડ્રાઈવિંગ સામે કાર્યવાહી
Array

અમદાવાદ પોલીસની પૂર્વ વિસ્તારમાં હેલ્મેટ વગરના અને રોંગ સાઈડ ડ્રાઈવિંગ સામે કાર્યવાહી

અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં આજે અમદાવાદ પોલીસે મેગા ડ્રાઈવનું કરી છે. 200 જેટલા ટ્રાફિક જંક્શન અને મુખ્ય ચાર રસ્તાઓ પર ટ્રાફિક ઝૂંબેશ હાથ ધરાઈ છે. જેમાં રોંગ સાઈડ ડ્રાઈવિંગ, મોબાઈલ પર વાત, સીટ બેલ્ટ ન બાંધનાર સામે કાર્યવાહી કરી રહી છે.

AMC અને RTO જોડાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરટીઓ પણ આ ડ્રાઈવમાં જોડાયા છે. ટ્રાફિકને અડચણરૂપ તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

બંદોબસ્ત પૂરો ટ્રાફિક ડ્રાઈવ શરૂ

કાંકરિયા કાર્નિવલ અને વાઇબ્રન્ટના બંદોબસ્ત પૂરો થતાંની સાથે જ પોલીસે ફરી એકવાર મેગા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે.  આ મેગા ડ્રાઈવ પહેલાની જેમ અસરકારક બને છે કે કેમ તેના પર મોટો પ્રશ્ન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments