Monday, September 20, 2021
Homeઅમદાવાદ : બાઇક પર જતી મહિલાની સાડી ફસાતાં મોત
Array

અમદાવાદ : બાઇક પર જતી મહિલાની સાડી ફસાતાં મોત

અમદાવાદઃલાંભા મંદિરમાં પુત્રીની બાધા પૂરી કરીને ઘરે જતા પરિવારને નારોલ ગામ પાસે અકસ્માત નડ્યો, જેમાં મહિલાનું મોત નિપજ્યું. બાઇક પર પતિ પાછળ બેઠેલી મહિલાની સાડીનો છેડો પાછળના વ્હીલમાં આવી જતા તે 4 મહિનાની દીકરી સાથે જમીન પર પટકાઈ હતી, જેમાં તેનું મોત નિપજ્યું હતું.

 

 

 

વાસણા વિસ્તારના શ્રીઓમ નગર વિભાગ-4માં રહેતી 22 વર્ષીય સુમિત્રા ચાર મહિનાની દીકરી જેનિશા અને પતિ ભૂપેન્દ્ર ચંદેલ સાથે રવિવારે સવારે 7 વાગે બાઇક પર ઘરેથી લાંભા દર્શન કરવા ગયાં હતાં. તેઓ દર્શન કરી રવિવારે સવારે 9.30 વાગ્યાની આસપાસ બાઇક પર નારોલ ગામનો બ્રિજ ઊતરી રહ્યાં હતાં તે દરમિયાન સુમિત્રાની સાડીનો છેડો બાઇકના પાછળના પૈડામાં આવી જતા તે અને તેની ચાર માસની પુત્રી નીચે પટકાયાં હતાં.

આ ઘટનામાં સુમિત્રાના માથા પર ઇજા થઈ હતી જ્યારે સદનસીબે દીકરીને જરા પણ ઇજા થઈ નહોતી. અકસ્માત બાદ ભૂપેન્દ્રે પત્ની અને દીકરીને એક રિક્ષાચાલકની મદદથી એલ. જી. હોસ્પિટલ પહોંચાડ્યાં હતાં. જ્યાં ડોક્ટરોએ તેમની પત્નીને મૃત જાહેર કરી હતી. ભૂપેન્દ્રના જણાવ્યાનુસાર, સુમિત્રાનું પિયર અને સાસરી એક જ વિસ્તારમાં છે. તે પુત્રી સાથે પિયરમાં હતી અને તેઓ રવિવારે લાંભાથી ઘરે જઈ રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments