Thursday, October 21, 2021
Homeઅમદાવાદ : બિટકોઈન બ્રોકર ભરત પટેલ આપઘાત કેસમાં DYSP ચિરાગ પટેલ અને...
Array

અમદાવાદ : બિટકોઈન બ્રોકર ભરત પટેલ આપઘાત કેસમાં DYSP ચિરાગ પટેલ અને તેના ભાઈ સામે ગુનો દાખલ

અમદાવાદ: શહેરના રાણીપ વિસ્તારમાં બિટકોઈન બ્રોકર ભરત પટેલ આપઘાત કેસમાં નર્મદા જિલ્લામાં SRP ગ્રુપમાં ફરજ બજાવતા ડીવાયએસપી ચિરાગ પટેલ અને તેના ભાઈ સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેરણ બદલનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડીવાયએસપી અને તેના ભાઈએ ભરત પટેલને બિટકોઈનનું ટ્રેડિંગ કરવા માટે આપ્યું હતું. જેમાં નુકસાન જવા છતા બંને ભાઈઓએ બિટકોઈનના પૂરા પૈસાની માંગણી કરી અવાર-નવાર ફોન પર ધમકીઓ અને ઘરે આવી પૈસા બાબતે દબાણ કરતા હતા. જેથી ભરત પટેલે આત્મહત્યા કરી લીધી હતી. તેઓએ લખેલી સ્યુસાઈડ નોટમાં ડીવાયએસપી ચિરાગ પટેલ અને હર્નિષ ઉર્ફે મોન્ટુ સવાણીના દબાણથી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.

દબાણના કારણે આપઘાત કર્યાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ: 18મેના રોજ ભરત પટેલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેઓએ લખેલી સ્યુસાઈડ નોટમાં ડીવાયએસપી ચિરાગ પટેલ અને તેના ભાઈ હર્નિશ સવાણી ઉર્ફે મોન્ટુ દ્વારા બિટકોઈનના હિસાબ મામલે ભંયકર દબાણ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમના કારણે આત્મહત્યા કર્યું હોવાનું લખ્યું હતું.

બિટકોઈનના રૂપિયા ચૂકવવા ધમકીઓ આપતા હતા: ડીવાયએસપી ચિરાગ પટેલ અને તેના ભાઈનો પરિચય ભરત પટેલને એકાદ વર્ષ અગાઉ પાલડીમાં રહેતા તેમના મિત્ર અને બિલ્ડર ઋત્વીજ શાહ થકી થયો હતો. 6-7 મહિના પહેલા ડીવાયએસપી ચિરાગ સવાણી ભરત પટેલને મળવા ઘરે આવ્યા હતા, તેમજ તેમના ભાઈ હર્નિશ સવાણી પણ ચાર-પાંચ વખત ઘરે આવી વાતચીત કરી હતી. હર્નિશે ભરત પટેલ સાથે વાતચીત કરી ધમકી આપી હતી. આ ઘટના બાદ ભરત પટેલ ખુબ જ તણાવમાં રહેતા હતા. મોન્ટુ સવાણી ફોન પર ભરત પટેલને ધમકી આપતા હતા. ભરત પટેલ વારંવાર તેમને સમજાવતા હતા. ભરત પટેલ તેમના મિત્ર દિલિપ ભુપતાણી સાથે ચિરાગ પટેલ અને મોન્ટુ સવાણીને મળવા ગાંધીનગર પણ ગયા હતા. ભરત પટેલ અવાર-નવાર ફોન પર વાતચીત કરતા અને ટેન્શનમાં રહેતા તેમની પત્નીને તેઓએ જણાવ્યું હતું કે ગાંધીનગરમાં રહેતા મોન્ટુ સવાણી અને ચિરાગ સવાણીનું 5 બિટકોઈનનું ટ્રેડિંગનું કામ લીધુ હતું. જેમાં નુકસાન ગયું છે. અને તેઓ 11.575 બિટકોઈનનો હિસાબ માંગે છે. બિટકોઈનના રૂપિયા ચૂકવવા વારંવાર ધમકીઓ આપતા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments