- Advertisement -
અમદાવાદ: ઈસનપુરમાં સવારે ઘરની બહાર રમતા અઢી વર્ષના બાળક પર બોલેરો પીકઅપ વાનના ચાલકે જોયા વગર ગાડી રિવર્સ લઈ ચડાવી દેતા તેનું મોત નીપજ્યું હતું. જેને પગલે પરિવારમાં બે જોડિયા બાળકોની જોડી તૂટી હતી.
મોની હોટલ પાછળ આવેલી પદ્માલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને નોકરી કરતાં પંકજ શર્માને લગ્ન બાદ બે જોડિયા બાળકો લક્ષ અને લક્ષીતનો જન્મ થયો હતો.
અઢી વર્ષનો લક્ષીત ગુરુવારે સવારે ઘરની બહાર રમતો હતો ત્યારે રિવર્સ લેતા લક્ષીત ગાડી નીચે આવી ગયો હતો. સોસાયટીના લોકો ભેગા થઈ ગયા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેને ડોકટરે મૃત જાહેર કર્યો હતો. ઘટના બાદ ડ્રાઈવર ગાડી મૂકી નાસી ગયો હતો.