Wednesday, September 22, 2021
Homeઅમદાવાદ : ભુવાલડી નજીક મેઝ પ્રોજેકટના ખાડામાં આધેડની હત્યા કરાયેલી લાશ મળી
Array

અમદાવાદ : ભુવાલડી નજીક મેઝ પ્રોજેકટના ખાડામાં આધેડની હત્યા કરાયેલી લાશ મળી

અમદાવાદ: ભુવાલડી ગામ નજીક મેઝ પ્રોજેકટના ખાડામાંથી આધેડની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. કોઈ અજાણ્યા વ્યક્તિએ આધેડને માથામાં અને શરીરના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઇજા કરી મોત નીપજાવ્યું હતું. નિકોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઓઢવ વિસ્તારમાં આવેલ મોતી ભગતની ચાલીમાં રહેતા શેતાન વણઝારાના પિતરાઈ ભાઈ તેજાજી વણઝારા (ઉ.વ.40)ની કોઈ અજાણ્યા વ્યક્તિએ હત્યા કરી નાખી હતી. ભુવાલડી નજીક મેઝ પ્રોજેકટના ખાડામાં શુક્રવારે વહેલી સવારે સ્થાનિકોએ લાશ જોતા પોલીસને જાણ કરી હતી. નિકોલ પોલીસ ઘટનાસ્થળે આવી તપાસ કરતા તેજાજી વણઝારા હોવાંનું બહાર આવ્યું હતું. તેજાજી કોઈ કામધંધો કરતો ન હતો અને દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. કોઈ સાથે ઝઘડો થતા તેની હત્યા કરવામાં આવી હોવાની શંકાને લઈ નિકોલ પોલીસે તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments