Friday, December 3, 2021
Homeઅમદાવાદ : મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 11 સંતોને કોરોના થયો, સારવાર માટે...
Array

અમદાવાદ : મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 11 સંતોને કોરોના થયો, સારવાર માટે ખસેડાયા

મંદિરને સેનિટાઇઝ કરવામાં આવ્યું, 11 સંતોના સંપર્કમાં આવેલા અન્ય સંતોને મંદિરમાં જ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા.

  • મંદિરને સેનિટાઇઝ કરવામાં આવ્યું, 11 સંતોના સંપર્કમાં આવેલા અન્ય સંતોને મંદિરમાં જ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા.

અમદાવાદ : શહેરમાં કોરોના (Coronavirus Cases in Ahmedabad)ની ઝડપ હવે ઘટી છે. આ સાથે જ મોતનો આંકડો પણ છેલ્લા અઠવાડિયાથી એક ડિજિટમાં આવી જતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આ દરમિયાન અમદાવાદના 11 સંતો (Swaminarayan Saint)ના કોરોના થયો હોવાના સમાચાર સામે આવતા હાહાકાર મચી ગયો છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન (Shree Swaminarayan Gadi Sansthan Maninagar)ના 11 સંતોનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, આ મામલે મંદિર તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. બિનસત્તાવાર માહિતી પ્રમાણે મંદિરના 11 નહીં પરંતુ તેનાથી વધારે સંતોનો કોરોના થયો છે.

તમામ સંતોનો સારવાર માટે ખસેડાયા

મળતી માહિતી પ્રમાણે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તમામ 11 સંતોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત આ સંતોના સંપર્કમાં આવેલા મંદિરના અન્ય સંતોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. એટલું જ નહીં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મણિનગર સ્વામિનારાયણ મંદિરને સેનિટાઇઝ કરવામાં આવ્યું છે.

મંદિરને બંધ કરી દેવામાં આવ્યું

એવી પણ માહિતી મળી છે કે 11 સંતોનો કોરોના રિપોર્ટ પોઝિટિવા આવ્યા બાદ મંદિરના ગેટ સહિત આખા મંદિરને સેનિટાઇઝ કવરામાં આવ્યું હતું. જે બાદમાં મંદિરને બંધ કરી દેવામાં આવ્યું છે. મંદિરને ફરીથી ખોલવા માટે 15ની જુલાઇ બાદ કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે.

રાજ્યમાં 30મી જૂને સાંજે 6.00 વાગ્યા સુધી નોંધાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 620 કેસ પોઝિટિવ (corona positive cases in Gujarat) નોંધાયા છે. જ્યારે 20 દર્દીનાં કોરોના વાયરસાના કારણે મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 424 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે અને સાજા થઈને ઘરે પરત જતા રહ્યા છે. સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી 200 અને 200 કરતાં વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. દરમિયાન આજે અમદાવાદમાં 197 અને સુરતમાં 199 કેસ નોંધાયા છે.

રાજ્યમાં અમદાવાદમાં 197, સુરતમાં 199, આણંદમાં 14, ગાંધીનગરમાં 16, પાટણમાં 11, વડોદરામાં 52, વલસાડમાં 20, જામનગરમાં શહેરમાં 15, કચ્ચમાં 9, ભરૂચમાં 8, મહેસાણામાં 7, જૂનાગઢ કોર્પોરેશનમાં 6, ખેડામાં 6, ભાવનગર, રાજકોટ શહેરમાં 5-5, અરવલ્લીમાં 5, પંચમહાલમાં 5, સાબરકાંઠામાં 4, બોટાદમાં 4, સુરેન્દ્રનગરમાં 4, ભાવનગરમાં 3, જામનગરમાં 3, ગીર સોમનાથમાં 3, પોરબંદર, અમરેલીમાં 3-3, મહીસાગરમાં 2, જૂનાગઢ ગ્રામ્યમાં 2, નવસારી, મોરબીમાં 2-2, રાજકોટમાં, બનાસકાંઠામાં 1, નર્મદામાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, અન્ય રાજ્યમાં એક મળીને 620 કેસ નોંધાયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 32,446 કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે. આ પૈકીના 23,670 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જ્યારે હાલમાં 6,928 દર્દીઓ એક્ટિવ દર્દી તરીકે સારવાર લઈ રહ્યા છે. હાલમાં 71 દર્દી વેન્ટીલેટર પર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments