Thursday, October 28, 2021
Homeઅમદાવાદ : મહિલાને માર મારવાના મામલે BJP ધારાસભ્ય થાવાણીએ કર્યો ખુલાસો
Array

અમદાવાદ : મહિલાને માર મારવાના મામલે BJP ધારાસભ્ય થાવાણીએ કર્યો ખુલાસો

અમદાવાદમાં નરોડા ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી દ્વારા મહિલાને માર મારવાનો વીડિયો વાયરલ થયા બાદ ધારાસભ્ય થાવાણીએ આ ઘટનાને લઈને ખુલાસો કર્યો છે. આ ઘટના બાદ હવે બલરામ થાવાણીએ પોતાનો લૂલો બચાવ કરતા પોતાને નિર્દોષ ગણાવ્યા અને કહ્યું કે, મેં મારા સ્વબચાવ માટે હુમલો કર્યો હતો.

મહિલા પર આરોપ લગાવતા થાવાણીએ કહ્યું કે, મહિલાએ મારી સાથે ગેરવર્તણૂક કર્યું હતુ. ત્યાર બાદ મારા પર મહિલા સાથે આવેલા કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો જેના સ્વબચાવમાં મેં હુમલો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી દ્વારા મહિલાને માર મારવાના મામલે હજુ પણ પોલીસે ફરિયાદ નોંધી નથી. મહિલાને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે છતાં પણ પોલીસ ધારાસભ્ય બલરામ થાવાણીને છાવરી રહી હોવાનું લાગી રહ્યું છે. આ ઘટનાને લઇ મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પીએસઓએ કહ્યું કે, ઘટના અંગે કોઇ ફરિયાદ નોંધવામાં આવી નોંધી. મહિલાનું નિવેદન લેવાયું છે પરંતુ તેની ફરિયાદ નથી નોંધાઇ. જેને લઇ હવે સમગ્ર કેસમાં પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઇ રહી છે.

ભાજપના ધારાસભ્ય થાવાણી દ્વારા મહિલાને માર મારવાનો મામલાએ રાજકીય રંગ પકડ્યો છે. એન.સી.પી.ના નેતા રેશમા પટેલે પણ આ મામલે ભાજપના ધારાસભ્ય પર આક્ષેપ કરતા કહ્યું કે, ધારાસભ્યની હરકત એ નારી શક્તિનું અપમાન છે. આ કળિયુગના રાક્ષસો છે. આવા લોકોને ધારાસભ્ય પદે રહેવાનો કોઈ અધિકાર નથી. ભાજપે થવાણીને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ.

ભાજપના ધારાસભ્ય બલરામ થવાણી દ્વારા એન.સી.પી.ની મહિલાને માર મારવાનો મામલો વણસ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ પીડિત મહિલાનો આરોપ છે કે તે પાણીના પ્રશ્નોની રજૂઆત કરવા માટે ધારાસભ્ય થવાણી પાસે અન્ય મહિલાઓ સાથે ગયા હતા. ત્યારે મહિલાને ધારાસભ્ય ઓફિસની બહાર જ માર મારવામાં આવી. તો મહિલાને માર મારતા પીડિતાએ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ દાખલ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments