Tuesday, September 21, 2021
Homeઅમદાવાદ : મહિલા ફૂડ અધિકારીને લાફો મારવાની ઘટના,
Array

અમદાવાદ : મહિલા ફૂડ અધિકારીને લાફો મારવાની ઘટના,

અમદાવાદ: શાહીબાગ પોલીસ સ્ટેશનમાં મહિલા ફૂડ અધિકારીને લાફો માર્યા હોવાની ઘટના અંગે ફરિયાદ નોંધાઈ છે. જે મુજબ શાહીબાગ ઘોડા કેમ્પ પર આવેલી અન્ન તથા નાગરિક પુરવઠા નિયત્રંક કચેરીમાં મદદનીશ નિયામક વર્ગ-બેના મહિલા અધિકારી રૂચિ પટેલને લાફો મારી તેમનો મોબાઈલની લૂંટી લેવાની ઘટના અંગે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં દુર્વ્યહાર કર્યો હતો, તેમજ પીઆઈને ગાળો ભાંડી હતી.

ફરિયાદ મુજબ રુચિબેન પટેલે લોકોએ કરેલી ગેરરિતિ અંગેની ફરિયાદના આધારે 1 ફેબ્રુઆરીના રોજ 3 ગ્રાહક સહકારી ભંડારની દુકાન પર તપાસ હાથ ધરી હતી. અને 18 માર્ચે દુકાને સીલ કરીને નોટિસ બોર્ડ લગાડવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે સવારે 10.30 વાગ્યે આરોપી રોહિત ચંદ્રકાંત પટણી તેનો ભાઈ જિજ્ઞેશ, પંકજ અને માતા ચંપાબેન આવી પહોંચ્યા હતા. ઓફિસમાં રુચિબેનની સામે કુર્સી પર બેસી તેમની સાથે અભદ્ર્ વર્તન કરવા લાગ્યા હતા. રુચિબેન મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ કરતા હતા તે દરમિયાન જિજ્ઞેશે તેમને લાફો મારી દીધો હતો અને તેમના કપડા ખેંચી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે તેણે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. તેમજ તેમનો 30 હજારની કિંમતનો મોબાઈલ ફોન લૂંટી ફરાર થયા હતા.

શાહીબાગ પોલીસે ફરિયાના આધારે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે આરોપીએ પોલીસ સ્ટેશનમાં જ દુર્વ્યહાર કરવાનું શરૂ કર્યું હતું. પોલીસ સ્ટેશનમાં હાજર પીઆઈને પણ બીભત્સ શબ્દો બોલ્યા હતા. જેથી પોલીસે આરોપી સામે કેટલાક ગુના દાખલ કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments