Thursday, September 23, 2021
Homeઅમદાવાદ માં મકાન ની દલાલી કરતા યુવક ને 10 શખ્સો એ લાકડી,પાઇપ...
Array

અમદાવાદ માં મકાન ની દલાલી કરતા યુવક ને 10 શખ્સો એ લાકડી,પાઇપ વડે માર માર્યો

અમદાવાદ: શહેરના પોશ વિસ્તાર એવા સેટેલાઇટમાં 10 જેટલા લોકોએ મકાનની દલાલી કરતા યુવકને ઘરમાં ઘુસી માર માર્યો હોવાની ઘટના બની છે. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાના સમગ્ર દ્દશ્યો CCTVમાં કેદ થયા છે. સેટેલાઇટ પોલીસે આ ઘટનામાં રાયોટિંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સેટેલાઇટના જોધપુર વિસ્તારમાં આવેલા એશ્વર્યા ફ્લેટમાં રહેતા આકાશ પરમાર દલાલીનો વ્યવસાય કરે છે. ગઈકાલે બપોરે આકાશ ઉર્ફે શેરો પટેલ, શૈલેષ ઠાકોર, બાબુ ભરવાડ, નીરવ પંચાલ, ભૂરો માધો, દેવેન્દ્ર ઠાકોર, બાબુ શર્મા, ક્રિષ્ના પટેલ અને જાશું ઠાકોર નામના 10 જેટલા લોકો પાઇપ અને દંડા લઇ આકાશના ઘરમાં ઘુસી ગયા હતા. તમામ લોકોએ આકાશને પાઇપ અને લાકડીઓ વડે માર માર્યો હતો. અંગત અદાવતમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. સેટેલાઇટ પોલીસે મારામારી રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments