Wednesday, September 22, 2021
Homeઅમદાવાદ માં મહિલા બુટલેગર ના ઘરમાંથી દારૂના જથ્થા સાથે રોકડા 12.30 લાખ...
Array

અમદાવાદ માં મહિલા બુટલેગર ના ઘરમાંથી દારૂના જથ્થા સાથે રોકડા 12.30 લાખ અને દાગીના મળ્યા

અમદાવાદ: લોકસભાની ચૂંટણીના સંદર્ભે દારૂ અને જુગારની પ્રવૃત્તિને બંધ કરાવવા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા એ સર્ચ ઓપરેશન કરવામાં આવે છે. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં સરદારનગર પોલીસે માચીસ ગલીમાં આવેલા એક મકાનમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસને વિદેશી દારૂની સાથે સાથે રોકડા 12.30 લાખ અને 2.60 લાખના દાગીના પણ મળી આવ્યા હતા. ચૂંટણી દરમ્યાન મોટી માત્રામાં રોકડ અને દારૂ મળતાં પોલીસે આરોપી મહિલા બુટલેગરની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

દારૂ શોધવા ગયાને રોકડ અને દાગીના મળ્યા
સરદારનગર પોલીસને ચૂંટણીને અનુલક્ષી પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે, કુબેરનગરમાં માચીસ ગલીમાં રહેતી નીતુ સૈયદ નામની બુટલેગરના ઘરમાં દારૂનો જથ્થો રાખ્યો છે. જેના આધારે પોલીસે ઘરમાં રેડ કરતા 42000ની 245 બોટલ દારૂ અને બિયર મળી આવી હતી. પોલીસે ઘરમાં સર્ચ કરતા 2000ની, 500ની અને 100ની મળી કુલ રૂ. 12.30 લાખ રોકડા મળ્યા હતા. ઉપરાંત પોલીસને ઘરમાંથી બે લાખનું સોનુ પણ મળી આવ્યું હતું. પોલીસે આરોપી મહિલા નીતુ વિરુદ્ધ દારૂ રાખવાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
પોલીસ અને મહિલા બુટલેગરના પરિવાર વચ્ચે ઝપાઝપી
સરદારનગર પોલીસ જ્યારે નીતુના ઘરે રેડ કરવા ગઈ ત્યારે નીતુ અને તેના બે પુત્રોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. દારૂ નથી તેમ કહી પોલીસને રોકી બોલાચાલી કરતા પોલીસે તેમની સામે અલગથી પોલીસની કામગીરીમાં અડચણનો ગુનો નોંધ્યો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments