Saturday, September 25, 2021
Homeઅમદાવાદ માં વાઘ ની ખાલ અને રિવોલ્વર સાથે યુવક ઝડપાયો
Array

અમદાવાદ માં વાઘ ની ખાલ અને રિવોલ્વર સાથે યુવક ઝડપાયો

અમદાવાદઃ શહેરના 132 ફૂટ રિંગ રોડ પરથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વાઘની ખાલ અને રિવોલ્વર સાથે યુવક ઝડપી પાડ્યો છે. પોલીસે રિવોલ્વર અને ખાલ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.

 

 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે રિવોલ્વર સાથે એક શખ્સ 132 ફૂટ રિંગ રોડ પર આવવાનો છે. જેના આધારે ક્રાઈમની ટીમે વોચ ગોઠવી હતી. બાતમી વાળો શખ્સ આવતા પોલીસે તેને રોકી પૂછપરછ કરતા તેનું નામ રાજીવ ઉર્ફે લલિત સોની (ઉ.વ.38, રહે. વિશ્રામ પાર્ક, ભાવસાર હોસ્ટેલ, નવાવાડજ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસે રહેલી બેગમાં તપાસ કરતા એક રિવોલ્વર અને વાઘના ચામડાની ખાલ મળી આવી હતી.

પોલીસે રિવોલ્વર અને ખાલ અંગે પૂછપરછ કરતા રિવોલ્વર ચાંદખેડા જનતાનગરમાં રહેતા જોગિંદરસિંગ રાજપૂત પાસેથી ચારેક વર્ષ પહેલાં લીધી હતી. જ્યારે વાઘની ખાલ રાજસ્થાનના બિકાનેરમાં રહેતા નરેન્દ્ર સોની પાસેથી પાંચ વર્ષ પહેલાં લીધી હતી. પોલીસે આ મામલે ફોરેસ્ટ અધિકારીઓને પણ જાણ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments