Tuesday, September 21, 2021
Homeઅમદાવાદ માં હાર્દિક પટેલ નો વિરોધ,
Array

અમદાવાદ માં હાર્દિક પટેલ નો વિરોધ,

અમદાવાદઃ 12 માર્ચે કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે. આજે શહેરના પ્રહલાદનગર ગાર્ડનમાં હાર્દિક પટેલે પ્રવેશ કરતા જ ગાર્ડનમાં ઉપસ્થિત લોકોએ વિરોધ કરી ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. 20 માર્ચના રોજ અમદાવાદ, સુરતથી લઈ જામનગરના ધ્રોલ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાર્દિક પટેલ ગદ્દાર લખેલા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. તેમજ ઘણા સ્થળોએ પૂતળાદહન પણ કરવામાં આવ્યું હતું.

હાર્દિક પટેલ 21 માર્ચના રોજ ધુળેટી નિમિત્તે જામનગરમાં હોલી પાર્ટી પ્લોટ ખાતે કેસુડો ઇવેન્ટમાં પહોંચ્યો હતો. પરંતુ સ્ટેજ પર ચડતા જ લોકોએ મોદી મોદીના નારા લગાવતા હાર્દિક મુશ્કેલીમાં મુકાયો હતો. હાર્દિકે સ્ટેજ પર ચડીને માઇકમાં બોલવાની શરૂઆત કરી હતી પણ લોકો તેને સાંભળવા તૈયાર નહોતા અને સતત મોદી મોદીના નારા લગાવતા જોવા મળ્યા હતા. આથી હાર્દિક ચૂપ થઈ ગયો અને થોડીવારમાં જ ચાલતી પકડી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments