Monday, January 24, 2022
Homeઅમદાવાદ : માગણીઓ ન સ્વીકારાય તો ફાયરના કર્મચારીઓ અન્ન-જળનો ત્યાગ કરશે
Array

અમદાવાદ : માગણીઓ ન સ્વીકારાય તો ફાયરના કર્મચારીઓ અન્ન-જળનો ત્યાગ કરશે

અમદાવાદ: શનિવાર સવારથી નોકર મંડળના પ્રમુખ ફાયર વિભાગની પ્રમોશન, 8 કલાકની નોકરી સહિતની માંગ સાથે ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. જેમના સમર્થનમાં શહેરનો ફાયર બ્રિગેડનો સ્ટાફ આવ્યો હતો. ફાયર વિભાગના કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, તેમની માંગ નહીં સ્વિકારાય તો રવિવારથી ફાયરનો તમામ સ્ટાફ પણ અન્ન-જળનો ત્યાગ કરશે. જેના પગલે શહેરની ઇમરજન્સી સર્વિસ પડી ભાંગે તેવી દહેશત અધિકારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.

રવિવારે લેવાનારી પરીક્ષાનો બહિષ્કાર કર્યો

ફાયર બ્રિગેડના કર્મચારીઓનું કહેવું છે કે, સબ ઓફિસરની ભરતી માટે જે પરીક્ષા લેવામાં આવી રહી છે તે નિયમ વિરૂદ્ધ છે. ફાયરના કર્મચારીઓની માંગ છે કે, સિનિયોરીટી પ્રમાણે પ્રમોશન આપવામાં આવે. આ માંગ સાથે રવિવારે લેવાનારી પરીક્ષાનો બહિષ્કાર કર્યો છે. નોકર મંડળના પ્રમુખ દેવકરણના સમર્થનમાં આવેલા ફાયરના કર્મચારીઓનું કહેવું છે કે, તમામ શહેરમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ માટે આઠ-આઠ કલાકની શિફ્ટ પ્રમાણે નોકરી છે. માત્ર અમદાવાદમાં જ 24 કલાક નોકરી લેવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular