Monday, October 18, 2021
Homeઅમદાવાદ: માનવ તસ્કરીમાં મુખ્ય આરોપી માયા બાદ તેનો પ્રેમી પ્રકાશ પકડાયો
Array

અમદાવાદ: માનવ તસ્કરીમાં મુખ્ય આરોપી માયા બાદ તેનો પ્રેમી પ્રકાશ પકડાયો

અમદાવાદ:  અપહરણ બાદ યુવતીઓને લગ્ન કરાવી વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ઈસનપુર પોલીસે મુખ્ય સૂત્રધાર એવી માયા નામની મહિલા ધરપકડ કરી હતી. આજે તેના પ્રેમી પ્રકાશ મરાઠીને પોલીસે ઝડપી પાડ્યો હતો.

અપહૃતાના ત્રીજા લગ્ને પતિ સાથે મનમેળ થતાં કૌભાંડ બહાર આવ્યું

ઇસનપુર પોલીસ તેમજ ડી સ્ટાફે બાતમીના આધારે ગેંગની મુખ્ય સૂત્રધાર માયાની કઠવાડાથી ધરપકડ કરી હતી. માયાએ મણિનગરની યુવતીનું અપહરણ કરાવી તેનું નામ બદલી 3 જગ્યાએ તેને વેચી હતી. ભાવનગરમાં ત્રીજા લગ્ન થયા બાદ તેને પતિ સાથે મનમેળાપ થતાં તેણે સમગ્ર હકીકત જણાવી દીધી હતી. પતિ તેને અમદાવાદ લઈને આવ્યો હતો અને તેની માતા પાસે લઈ ગયો હતો. ત્યાર બાદ માતાએ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને તેની મુખ્ય સૂત્રધાર માયાની ધરપકડ કરી હતી.

મણિનગરની યુવતીને પહેલા બોટાદ, ડાકોર પછી ભાવનગર પરણાવી હતી

મણિનગરના ઉત્તમનગરમાં મહિલાએ 27મી જાન્યુઆરીએ ફરિયાદ નોંધાવી કે, દોઢ વર્ષ પહેલાં તેની 24 વર્ષીય પુત્રી મંદિરે જતી હતી ત્યારે તેને સોસાયટીના ગેટ પાસેથી બે અજાણી વ્યક્તિ રિક્ષામાં અપહરણ કરીને લઈ જઈ તેને એક મહિલાને સોંપી દીધી હતી. પોલીસે તપાસ કરતા યુવતીઓનું અપહરણ કરી તેમના પૈસા લઈને લગ્ન કરાવી દેવાના કૌભાંડનો ઘટસ્ફોટ થયો હતો.

અપહરણ થયેલી મહિલાઓના નકલી ડોક્યુમેન્ટ બનાવાતાં
માયા એક વર્ષથી આ રીતે યુવતીઓને અલગ અલગ જગ્યાએ લગ્નના નામે વેચી દેવાનું કૌભાંડ ચલાવતી હતી. તે નરોડામાં એક મકાન ભાડે રાખી યુવતીઓને અપહરણ કરી ત્યાં રાખી તેમનું નામ બદલી તેમના નકલી પાન કાર્ડ, વોટિંગ કાર્ડ જેવા ડોક્યુમેન્ટ બનાવી તેના લગ્ન કરાવતી હતી.
માયા આ રીતે પૈસા પડાવતી હતી

કૌભાંડની મુખ્ય સૂત્રધાર માયા યુવતીના એક જગ્યાએ પૈસા લઈને લગ્ન કરાવ્યા બાદ તેને એક મહિનામાં પરત તેના ઘરે લઈને આવતી હતી અને બીજી જગ્યાએ લગ્ન કરાવી દેતી હતી. જ્યારે અગાઉ જ્યાં લગ્ન કરાવ્યા હોય તે પરિવારના લોકો યુવતીને લેવા માયા પાસે આવતા ત્યારે તે યુવતી નાસી ગઈ હોવાનું જણાવતી અને પોતે પણ તેને શોધી રહી હોવાનું કહેતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments