Tuesday, September 28, 2021
Homeઅમદાવાદ : મેટ્રો માં મુસાફરી કરવા આજ થી ચૂકવવું પડશે ભાડું...
Array

અમદાવાદ : મેટ્રો માં મુસાફરી કરવા આજ થી ચૂકવવું પડશે ભાડું .

અમદાવાદ: વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી 6.5 કિલોમીટરના રૂટ પર શહેરીજનો માટે 6 માર્ચે શરૂ કરાયેલી મેટ્રો ટ્રેનમાં 14 માર્ચ સુધી ફ્રી મુસાફરીનો લાભ આપવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન 9 દિવસમાં 75917 લોકોએ મેટ્રોમાં ફ્રી મુસાફરીનો લાભ લીધો છે. હવે 15 માર્ચથી સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી દોડનાર મેટ્રોમાં મુસાફરી કરવા માટે લોકોને 10 રૂપિયા ભાડું ચૂકવવું પડશે. ફ્રી મુસાફરીના છેલ્લા દિવસે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત અન્ય કોર્પોરેટરોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી.


ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર આઈ. પી. ગૌતમે જણાવ્યું કે, બીજી ટ્રેન પણ ટ્રેક પર દોડવા તૈયાર છે અને બે-ત્રણ દિવસમાં તેનું ટ્રાયલ શરૂ કરી દેવાશે અને ટ્રાયલ સફળ રહ્યા બાદ માર્ચના અંત સુધીમાં બીજી ટ્રેન લોકો માટે ખુલ્લી મુકી દેવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments