Thursday, October 21, 2021
Homeઅમદાવાદ મેયરના વોર્ડમાં 46 વર્ષ જૂનું શિવ મંદિર તોડી પડાયું
Array

અમદાવાદ મેયરના વોર્ડમાં 46 વર્ષ જૂનું શિવ મંદિર તોડી પડાયું

અમદાવાદ: પાલડીમાં 46 વર્ષ જૂના શિવમંદિરના રિનોવેશનનું કામ ચાલતું હતું. ત્યારે ગુરુવાર બપોરે કોઇ પણ જાતની નોટિસ કે સૂચના આપ્યા વગર ગેરકાયદે હોવાનું નક્કી કરી મ્યુનિ.કોર્પોરેશને તોડી પાડ્યું હતું. શિવલિંગ ઉપરાંત મૂર્તિઓ પર કાટમાળ પડતાં મૂર્તિઓ પણ ખંડિત થઇ હતી. સ્થાનિકોએ ભારે વિરોધ કરતાં મ્યુનિ. અધિકારીઓ પલાયન થઈ ગયા હતા. આ કામગીરી દરમિયાન એકપણ રાજકીય નેતા અહીં દેખાયા ન હતા. જેને પગલે લોકોમાં વધુ રોષ ફેલાયો હતો. મેયર બીજલ પટેલના વોર્ડમાં જ આ મંદિર આવે છે. વિવાદ થતાં સાંજે મેયરે કહ્યું કે, મંદિર અમે બનાવી આપીશું. પરંતુ થોડીક જ વારમાં તેમણે ફેરવી તોળ્યું હતું કે, અમે નહીં બનાવીએ પરંતુ આ જ મંદિર ફરી બનશે તો બનાવવા દેવામાં આવશે.

લોકોએ રોષ ઠાલવતાં કહ્યું કે, અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે રાજકીય નેતા અને સંતો એકત્રિત થાય છે મંદિર તોડનાર અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ સાથે શુક્રવાર સવારે 11થી 2 ધરણાંનો કાર્યક્રમ યોજાનાર છે. વિવાદિત વર્ષા ફ્લેટથી 500 મીટર દૂર મંદિર આવેલું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments