અમદાવાદ : મોદી જેનું ભૂમિપૂજન કરવાના છે એ વિશ્વઉમિયાધામ સંકુલમાં બની 41 ફુટ ઉંચી મા ઉમિયાની POPની મૂર્તિ

0
37

અમદાવાદઃ શહેરમાં ઉમિયાધામ ખાતે 41 ફુટ ઉંચી ઉમિયા માતાની મૂર્તી બનાવવામાં આવી છે. ઉતરપ્રદેશના 130 કારીગરો દ્વારા મૂતી બનાવવામાં આવી છે.મૂર્તિના અંદરની ફ્રેમ સ્ટીલની બનાવેલી છે, જેમાં ઉપર POP લગાવવામાં આવ્યું છે. આ મૂર્તી બનાવવામાં 15 દિવસનો સમય લાગ્યો હતો. મૂર્તીની બાજુમાં 51 ફૂટ ઉંચુ એક ત્રીશુલ પણ બનાવવામાં આવશે. રાજ્યમાં માતાજીની 41 ફૂટની મૂર્તિ પ્રથમ વાર બનાવવામાં આવી છે.

ચોથી માર્ચે મહાશિવરાત્રિએ જાસપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા ઉમિયા માતા મંદિરનું ભૂમિપૂજન કરશે, જેમાં પાંચ લાખથી વધુ પાટીદારો ઉમટે તેવો અંદાજ છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા 100 વીઘામાં એક હજાર કરોડના ખર્ચે વિશ્વ ઉમિયાધામ મંદિર સંકુલનું નિર્માણ થશે. 11 હજારથી વધુ પાટલા પર ઉમિયા માતાજી મંદિરની ભૂમિ પૂજા કરી વિશ્વ રેકોર્ડ સ્થાપવામાં આવશે.

  • 41 ફૂટની મૂર્તિ
  • 21 ફૂટની પહોળાઈ
  • 10 ટન વજન
  • 15 દિવસમાં તૈયાર કરવામાં આવી
  • 130 કારીગરોએ મૂર્તિ તૈયાર કરી તમામ કારીગર ઉત્તર પ્રદેશના છે
  • 51 ફૂટનું ત્રિશૂલ બનાવવામાં આવશે મૂર્તિની બાજુમાં
  • 41 ફૂટની માતાજીની મૂર્તિ રાજ્યમાં પ્રથમ વાર બનાવવામાં આવી
  • મૂર્તિ તૈયાર થયા બાદ સોનાથી મઢવામાં આવશે
  • મૂર્તિના અંદરની ફ્રેમ સ્ટીલની બનાવેલી છે, જેમાં ઉપર POP લગાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here