Sunday, October 24, 2021
Homeઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પો.નું 7,509 કરોડ ડ્રાફ્ટ બજેટ રજૂ, બે વર્ષમાં 1000 ઇલેકટ્રીક...
Array

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પો.નું 7,509 કરોડ ડ્રાફ્ટ બજેટ રજૂ, બે વર્ષમાં 1000 ઇલેકટ્રીક બસ દોડાવશે

અમદાવાદઃ AMCની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની ખાસ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ 2018-2019ના વર્ષનું સુધારણા સાથેનું અને 2019-2020ના વર્ષનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. કમિશનરે ગત વર્ષ કરતા 1000 કરોડનો વધારો કરી 7,509 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિગ કમિટીના ચેરમેનને સોંપ્યું હતું. આમ ચેરમેન હવે તેમાં સુધારા-વધારા કરી ફાઈનલ બજેટ રજૂ કરશે. આ બજેટમાં શહેરીજનો પર કોઈપણ પ્રકારનો ટેક્સ લાદવામાં આવ્યો નથી. બજેટમાં આગામી બે વર્ષમાં 1000 ઈલેક્ટ્રિક બસ દોડાવાનો પણ લક્ષ્યાંક છે.

85 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ એકેડમી બનાવશે

ડ્રાફ્ટ બજેટમાં ખર્ચની જોગવાઈ

કેપિટલ ખર્ચ- રૂ. 3,903.04 કરોડ
રેવન્યૂ ખર્ચ-રૂ. 1590.90 કરોડ

2019માં પશ્ચિમ વિસ્તારમાં 85 કરોડના ખર્ચે આતંરરાષ્ટ્રીય સ્પોર્ટસ એકેડમીનું નિર્માણ કરાશે. આ સ્પોર્ટ્સ એકેડમી નારણપુરા વરદાન ટાવર પાછળ બનશે.

આ ડ્રાફ્ટ બજેટમાં કરેલી ફાળવણી

ટ્રાફિક મેનેજમેન્ટ માટે 20 કરોડ
500 કરોડના ગ્રીન બોન્ડ બહાર પડાશે
કાંકરીયા ઝૂના પાંજરાનું 1 કરોડના ખર્ચે રિનોવેશન

બે વર્ષમાં 1000 ઇલેકટ્રીક બસ દોડવાશે
30 હજાર જેટલી ઈ-રીક્ષા દોડશે
કાંકરિયા લેક્ફ્રન્ટ ગેટ 50 કરોડના ખર્ચે અપગ્રેડ કરાશે

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments