Monday, January 24, 2022
Homeઅમદાવાદ મ્યુનિ. બજેટ પર 10 કલાક ચર્ચા, ફરી ફાઈલો ઉછળી અને બોર્ડ...
Array

અમદાવાદ મ્યુનિ. બજેટ પર 10 કલાક ચર્ચા, ફરી ફાઈલો ઉછળી અને બોર્ડ પૂરું

અમદાવાદ: મ્યુનિ.કોર્પોરેશનના સામાન્ય બજેટને મંજૂર કરવા સતત બીજા દિવસે બોલાવાયેલી બોર્ડ બેઠકમાં 10 કલાકની ચર્ચા બાદ ફરી એકવાર સમયના મુદ્દે કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. મેયરે એક મહિલા કોર્પોરેટરની સ્પિચ ચાલતી હતી ત્યારે તમારો સમય પૂર્ણ થઇ ગયો કહી માઇક બંધ કરાવતા કોંગી કોર્પોરેટરોએ ફાઇલો ઉછાળી સૂત્રોચ્ચાર કરી વોક આઉટ કર્યો હતો.

હોબાળા પછી મેયરે બજેટ મંજૂર થયાની જાહેરાત કરી
8051 કરોડના જનરલ બજેટ માટે રવિવારે બોર્ડ બોલાવાયું હતું. બોર્ડ શરૂ થતાં સ્ટેન્ડિંગ ચેરમેન અમૂલ ભટ્ટ સ્પિચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના કામો ગણાવતા હતા ત્યારે જુહાપુરાના કોર્પોરેટર હાજીભાઇ મીરઝાએ પાકિસ્તાનના વડાપ્રધાનને પણ યાદ કરી લો તેવી કોમેન્ટ કરતા ભાજપના કાઉન્સિલરોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા. અમિત શાહે કોંગ્રેસના કોર્પોરેટર સામે જોઇ કહ્યું કે, પાકિસ્તાન ગમતું હોય તો સમજોતા એક્સપ્રેસમાં જાવ.
ચર્ચા દરમિયાન વિપક્ષી નેતા દિનેશ શર્માએ કમિશનર વિજય નેહરાની કામગીરીના વખાણ કરતા ઇલેક્ટ્રિક બસોની વાત કરી ત્યારે ખુદ કમિશનર નેહરાએ બાજી સંભાળી હોય તેમ કહ્યું કે, તમે મારા પૂર્વગામી કમિશનરો પર આડકતરી રીતે આક્ષેપ કરો છો. આમ કહી ખુદ કમિશનર જાણે સભામાંથી વોકઆઉટ કર્યું હોય તેમ એકાદ કલાક માટે બહાર નીકળી ગયા હતા.
ભાજપના બિપીન સિક્કાએ ગોરી ચામડીથી માત્ર રોડ શો જ હિટ થાય મત ન મળે તે કહી નામ લીધા વગર પ્રિયંકા ગાંધી પર કટાક્ષ કર્યો હતો. રાતે 8 વાગ્યે દરિયાપુરના કોર્પોરેટર મોનાબેન વ્યક્તવ્ય આપી રહ્યાં હતા ત્યારે મેયરે તમારો સમય પૂર્ણ થયો છે કહી માઇક બંધ કરાવતા ઇકબાલ શેખ અને દિનેશ શર્મા સહિતના કોંગી આગેવાનોએ ફાઇલો ઉછાળી વોક આઉટ કર્યો હતો.
કાનૂની ખર્ચ મુદ્દે પણ ઉગ્ર વિવાદ

કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખે કોર્પોરેશન લીગલ કેસ પાછળ લાખો રૂપિયા વેડફતું હોવાનો આરોપ લગાવ્યો ત્યારે કમિશનર વિજય નેહરાએ કહ્યું કે, તમે જ વારંવાર કોર્ટમાં જાવ છો. અમે આ વર્ષે 100 જેટલા કેસના જજમેન્ટ અમારી ફેવરમાં આવ્યાં છે. ત્યાર બાદ હસન લાલાએ કહ્યું હતુ કે, ભાજપ એવું ચિત્ર ઉભું કરે છે કે, તેની સરકાર આવી તે પહેલા શહેર ગામડું હતું. એનઆઈડી, આઇઆઇએમ, બાલવાટીકા અમે જ બનાવ્યાં છે. આ સમયે અમિત શાહે કહ્યું કે, દાનથી..! ત્યારે વળતા જવાબમાં હસન લાલાએ કહ્યું કે, અમારા કામ જોઇ દાન આવતું હતું તમારી તો આબરૂય નથી રહી કે કોઇ દાન આપે.

મેયર પર માઈક બંધ કરાવવાનો આક્ષેપ

મ્યુનિ.માં નેતા વિપક્ષ દિનેશ શર્માએ કહ્યું હતુ કે, સવારે બોર્ડ શરૂ થયું તે પહેલા બન્ને પક્ષો સાડા છ કલાક બોલશે તેવું નક્કી થયું હતું. અમારે બોલવામાં અઢી કલાક બાકી હતી તે સમય દરમિયાન જ અમારી કોર્પોરેટર બોલી રહી હતી છતા મેયરે તેનું માઇક બંધ કરાવી દીધું. મેયર સવારથી સમયના મુદ્દે સરમુખ્ત્યાર શાહી ચલાવતા હોય તેવું વર્તન કરતા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular