અમદાવાદ : રાજ્યસભાની ચૂંટણીમાં મત માટે અહેમદ પટેલે ધમકી આપી હતી: રામસિંહ પરમાર

0
46

અમદાવાદ: કોંગ્રેસના નેતા અહેમદ પટેલે રાજ્યસભાની ચૂંટણીમાં તેમને મત આપવા ધારાસભ્યોને ધમકી આપ્યાની એફિડેવિટ પૂર્વ ધારાસભ્ય રામસિંહ પરમારે હાઇકોર્ટમાં કરી છે. તેમનો આક્ષેપ છે કે, 25 જુલાઈ 2017ની બેઠકમાં ધારાસભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવા ધમકી અપાઈ હતી.

અહેમદ પટેલના ઇશારે તમામ ધારાસભ્યોને ડરાવવા ધમકાવવાનું શરૂ કર્યું હતું

હાઈકોર્ટે કેસની સુનાવણી બુધવાર પર મુલતવી રાખી છે. જુબાની માટે ભૂતપૂર્વ ધારાસભ્ય સીકે રાઉલજી હાજર રહે તેવી શક્યતા છે. ભૂતપૂર્વ ધારાસભ્ય રામસિંહ પરમારે હાઈ કોર્ટ સમક્ષ એફિડેવિટ સાથે એવી રજૂઆત કરી હતી કે, તેઓ ઠાસરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2017માં રાજ્યસભામાં કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરવાના હતા ત્યારે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તેમ જ ધારાસભ્યોને પૂછ્યા સિવાય જ નામો જાહેર કરાયા હતાં. તેને કારણે અસંતોષ હતો. એકમાત્ર અહેમદ પટેલનું નામ ફાઇનલ થયું હતું.

સોનિયા ગાંધીના સલાહકાર તરીકે અહેમદ પટેલના એકચક્રી શાસનને કારણે અહેમદ પટેલ છેલ્લી ચાર ટર્મથી ગુજરાત માંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવતા હતા. પાંચમી વખત પણ તેમનું નામ જાહેર થયું હતું, જે બાબતે ધારાસભ્યો સાથે આ બાબતે ગંભીર ચર્ચાઓ થઈ હતી. બીજી તરફ શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી સહિત અન્યોએ અહેમદ પટેલના ઇશારે તમામ ધારાસભ્યોને ડરાવવા ધમકાવવાનું શરૂ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here