Tuesday, December 7, 2021
Homeઅમદાવાદ રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે ઓગસ્ટ સુધીમાં સી-પ્લેન શરૂ થશે
Array

અમદાવાદ રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે ઓગસ્ટ સુધીમાં સી-પ્લેન શરૂ થશે

ગાંધીનગર: ઉડાન યોજના હેઠળ રિજનલ એર કનેક્ટિવિટી સંદર્ભે રાજ્ય સરકારે છથી નવ સીટરના સી પ્લેન સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી થઇને સુરત ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટથી પાલિતાણા શેત્રુંજી ડેમ સુધીનું સી પ્લેનનું કામ ઓગસ્ટ સુધીમાં પૂરું કરવાનું નક્કી કર્યું છે. આ સાથે ગુજરાત અને અન્ય રાજ્યના શહેરની કનેક્ટિવિટી માટેના બીજા 13 રૂટ પર ફ્લાઇટ શરૂ કરવાની કામગીરી પણ ઓગસ્ટ-2019 સુધીમાં પૂર્ણ કરવાની નાગરિક ઉડ્ડયન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે. ઉપરાંત અમદાવાદથી ઓઝાર(નાસિક)ની ફ્લાઇટ 13 ફેબ્રુઆરીથી શરૂ થશે.

અમદાવાદથી સુરત સુધી છથી નવ સીટના સી-પ્લેનની સેવા શરૂ કરાશે

28 જાન્યુઆરી સુધીમાં ટેન્ડર સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવાનું પણ નક્કી કર્યું છે

મંત્રી ચુડાસમા અને કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ વચ્ચે બુધવારે મોડી સાંજ સુધી હાથ ધરાયેલી બેઠકમાં વિવિધ નિર્ણયો લેવામાં આ‌વ્યા હતા. જે અંતર્ગત સી પ્લેન સહિત વિવિધ 13 રૂટ પર ફ્લાઇટ શરૂ કરવા માટે તા.28 જાન્યુઆરી સુધીમાં ટેન્ડર સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવાનું પણ નક્કી કર્યું છે. અમદાવાદથી શિરડી,શનિ-શિંગણાપુર, ત્રંબકેશ્વર જેવા ધાર્મિક સ્થળો પર જવા માટે અમદાવાદથી ઓઝાર(નાસિક) જવા માટે 70 મુસાફરની ક્ષમતાવાળી ફ્લાઇટ તા. 13 ફેબ્રુઆરીથી આરંભાશે. આ ફ્લાઇટમાં કેન્દ્ર સરકારની રિજનલ એર કનેક્ટિવિટી યોજના હેઠળ ટિકિટના દર રૂપિયા 2060 રહેશે.

આ 13 રૂટ માટે ફ્લાઇટ
  • બેલગામથી વડોદરા અને અમદાવાદ
  • કિશનગઢથી અમદાવાદ
  • દિલ્હીથી જામનગર
  • અમદાવાદથી ઉદેપુર-અમરેલી-સુરત-ભાવનગર-રાજકોટ
  • બેલગામથી સુરત-કિશનગઢ
  • સુરત-બેલગામ
  • બેંગલુરુ-જામનગર-હૈદરાબાદ-જામનગર-બેંગલુરુ
  • હિડનથી જામનગર-ગોવા-જામનગર-હિડન
  • સુરત-ભાવનગર-મુંબઇ
  • સુરત-માંડવી
  • સુરત ઉજ્જૈન
  • સુરત-લોનાવાલા
  • એમબીવેલી-સુરત-બારામતી અને સુરત તેમજ અમદાવાદ-ઉજ્જૈન-ઇન્દોર-દાંતિયા-ઇન્દોર-છીંદવાડા-ઇન્દોર-ઉજ્જૈન-અમદાવાદ માટેની ફ્લાઇટ શરૂ કરવામાં આવશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments