અમદાવાદ લવાયેલા કુખ્યાત ગેંગસ્ટર અતીકને એરપોર્ટ પર હાર પહેરાવાયો

0
36

અમદાવાદઃ ગેંગસ્ટરમાંથી નેતા બનેલા ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદને સુપ્રીમ કોર્ટના આદેશથી ઉત્તરપ્રદેશની જેલમાંથી અમદાવાદની સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો છે. પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાંથી વીવીઆઈપીની જેમ ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યા બાદ તેના સમર્થકોએ તેનું હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. અતીક અહમદ વિરુદ્ધ 109 કેસ છે. અતીક પોલીસ કાફલા વચ્ચે એરપોર્ટ પહોંચ્યો ત્યારે સમર્થકોએ તેને હાર પહેરાવ્યો હતો અને પોલીસ મૌન ઊભી રહી હતી. એરપોર્ટથી અતીકને સાબરમતી સેન્ટ્રલ જેલ લઈ જવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here