Thursday, August 11, 2022
Homeઅમદાવાદ : વસ્ત્રાલમાં પોલીસ કોન્વોયના રિહર્સલ દરમિયાન સ્મશાન યાત્રાને અટકાવાઈ
Array

અમદાવાદ : વસ્ત્રાલમાં પોલીસ કોન્વોયના રિહર્સલ દરમિયાન સ્મશાન યાત્રાને અટકાવાઈ

- Advertisement -

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર અને મંગળવાર એમ 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રવિવારે તેમની મુલાકાતના તમામ સ્થળોનું પોલીસે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. જેમાં અમદાવાદ એરપોર્ટ, નવી સિવિલ, વસ્ત્રાલ મેટ્રો રેલ્વે સ્ટેશન, ઉમિયાધામ તેમજ અન્નપૂર્ણા ધામમાં રિહર્સલ કરાયું હતું. ક્રાઈમ બ્રાંચ, એટીએસ, એસઓજી સહિતની તમામ એજન્સીઓને પણ સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન અને ભારત વચ્ચેની હાલની અસામાન્ય સ્થિતિ પછી મોદી પહેલી ‌વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પોલીસના કોન્વોય દરમિયાન એક સ્મશાન યાત્રાને અટકાવી દેવામાં આવી હતી.

 

વડાપ્રધાન શહેરમાં આવી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના હોવાથી પોલીસ કમિશનરે શહેરને ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કર્યો છે. ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એર ક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર, પેરાગ્લાઇડર, પેરા મોટર, હોટ એર બલુન તથા પેરા જમ્પીંગ કરવાની મનાઇ ફરમાવી હતી. જેનો અમલ 4માર્ચ રાતના 12થી 5 માર્ચના 24 કલાક સુધી અમલ કરવાનો રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular