અમદાવાદ / વસ્ત્રાલ SP રિંગરોડ પર ટ્રકની અડફેટે સાઈકલ સવાર વિદ્યાર્થિનીનું મોત, ડ્રાઈવર ફરાર, લોકોએ પથ્થરમારો કર્યો

0
36

  • CN24NEWS-15/06/2019
  • વિદ્યાર્થિની વસ્ત્રાલની માધવ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી
  • પોલીસે રસ્તો ખુલ્લો કરાવતા સ્થાનિકોનો ટ્રક પર પથ્થરમારો
  • રોડ પર સ્પીડ બ્રેકર બનાવવા સ્થાનિકોની માંગ

અમદાવાદ: એસપી રિંગ રોડ પર વસ્ત્રાલ ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે ટ્રકની અડફેટે વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. ટ્રકચાલકે સાઈકલ પર જતી વિદ્યાર્થિનીને ટક્કર મારતા તે નીચે પટકાઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જીને ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. મૃતક વિદ્યાર્થિની વસ્ત્રાલની માધવ સ્કૂલમાં અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યું છે. રોષે ભરાયેલા લોકોએ ટ્રક પર પથ્થરમારો કર્યો હતો.

રોડ પર સ્પીડ બ્રેકર બનાવો: મળતી માહિતી પ્રમાણે વહેલી સવારે થયેલા અકસ્માત બાદ રોડ પર સ્થાનિકોના ટોળા એકઠા થયા હતા. રોષે ભરાયેલા લોકોએ રોડ પર ચક્કાજાન કરી એક તરફનો રસ્તો બંધ કરાવી દીધો હતો. લોકોએ જણાવ્યું હતું કે અવાર-નવાર અહિંયા અકસ્માત થતા હોય છે અને લોકો મોતને ભેટાય છે. અકસ્માત ન થાય તે માટે રોડ પર સ્પીડ બ્રેકર બનાવવા જોઈએ તેની સ્થાનિકોએ માંગ કરી હતી. ટ્રાફિક અને સ્થાનિક પોલીસ રસ્તો ખુલ્લો કરાવતા લોકોએ ટ્રક પર પથ્થરમારો કર્યો હતો. ડીસીપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here