અમદાવાદ : વિઝા આપવાનું કહી રૂપિયા 5 લાખ ખંખેર્યા, 15 લાખની કરી હતી માંગણી

0
7
  • વિદેશ જતાં ઇચ્છુક લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો
  • IELTS વગર વર્ક પરમીટ, PR અપાવવાનું કહી 5 લાખ ખંખેરી લીધા
  • આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

અમદાવાદ શહેરમાં એક યુવકને IELTS આપ્યા વગર વિદેશ મોકલી વર્ક પરમીટ અને પીઆર અપાવાવની લાલચ આપી પાંચ લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ સામે આવી છે. હાલ આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આમ મળતી વિગત મુજબ, સેટેલાઈટમાં રહેતા ચંદ્રિકા બહેન તેમના પુત્ર દર્શીત સાથે રહે છે અને મોટો પુત્ર અપૂર્વ અનેક વર્ષોથી કેનેડા ખાતે રહે છે. દર્શીતભાઈ સમાજની એક મિટિંગમાં ગયા હતા. ત્યાં તેમનો ભેટો પૂજા રાવલ નામની યુવતી સાથે થયો હતો. પૂજાએ દર્શીતભાઈ ને કહ્યું કે તેઓ તેમના ભાગીદાર ધીરેન ગોર સાથે મળીને આનંદનગર રોડ પર ટાઇટેનિયમ સીટી સેન્ટરમાં એચ.વી. ઇમિગ્રેશન નામની ઓફિસ ધરાવી લોકોને કેનેડા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ મોકલે છે. દર્શીત ભાઈનો ભાઈ અપૂર્વ પણ વિદેશ હોવાથી તેઓએ થોડી વાતચીત શરૂ કરી હતી.

તેમણે જણાવ્યું કે, તેઓને બહુ અંગ્રેજી આવડતું નથી તો આઈ.ઇ.એલ.ટી.એસ (ઇન્ટરનેશનલ ઈંગ્લીશ લેન્ગવેજ ટેસ્ટીંગ સિસ્ટમ) વગર વિદેશ જઈને પીઆર અને વર્ક પરમીટ મેળવી શકશે? જેથી આ પૂજાએ તેમને હા પાડી તેનો 15 લાખ ખર્ચ બતાવ્યો હતો.

પાંચ લાખનો પહેલો હપ્તો બાદમાં વર્ક પરમીટ આવે ત્યારે પાંચ લાખ અને બાદમાં ટિકિટ વિઝા આવે એટલે પાંચ લાખ એમ વાત કરી હતી. બાદમાં આ મિટિંગો પણ પૂજાની ઓફિસે થતી રહેતી હતી. બાદમાં એક દિવસ પૂજા દર્શીતભાઈના ઘરે પેમેન્ટ લેવા ગઈ હતી. ત્યાં પેમેન્ટ મળ્યા બાદ દર્શીત ભાઈ તેમની ફાઇલનું સતત અપડેટ લેતા હતા. પણ તેમને કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો.

પૂજા અને તેનો પાર્ટનર આ બંને વ્યક્તિઓે ખોટા ખોટા બહાના કાઢવા લાગ્યા હતા. જેના પરિણામે આખરે ચંદ્રિકાબેને આ અંગે પૂજા અને ધીરેન વિરૂધ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા આનંદનગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here