અમદાવાદઃ 4 માર્ચે જાસપુરમાં વિશ્વનું સૌથી મોટું ઉમિયા માતાજીના મંદિરના ભૂમિ પૂજનમાં આશરે 10 લાખથી વધુ લોકો દર્શન માટે આવશે, જેમાં પટેલ સમાજના કેટલાક અધિકારીઓ અને નેતાગણ સ્વયં સેવક તરીકે ફરજ બજાવશે. ડીઆર પટેલ (પૂર્વ IPS ) સલામતી અને ટ્રાફિક કન્ટ્રોલ કમિટીના અઘ્યક્ષ , અરવિંદ પટેલ (સાબરમતી ધારાસભ્ય) અને હસમુખ પટેલ (અમરાઈવાડી ) પાર્કિંગ સુવિધા જોશે.
એમ એસ પટેલ (શહેરી વિકાસ કમિશનર) અને રમેશ મેરજા (રેસિડેન્ટલ કલેક્ટર, ખેડા) સરકારી તંત્ર મોનીટરીંગ કરશે.નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ અને કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા સહિત કેબિનેટ મંત્રીઓ, કૌશિક પટેલ, સૌરભ પટેલ,અને ધારાસભ્ય બાબુલાલ જમનાદાસ પટેલ અને જેવા નેતાગણ સમાજના સ્વયં સેવક તરીકે સેવા આપશે. તેમ જ રાજ્યના 7થી વધુ જિલ્લાઓમાં પાટીદાર સહિત તમામ સમાજના 20 હજાર લોકો સેવા આપશે. પાટીદાર સમાજ સિવાયના કેટલાક સમાજની બહેનોએ સેવા આપશે. જાસપુર ઉમિયા માતાજીના ભૂમિ પૂજન માટે આશરે 10 લાખથી વધારે લોકો દર્શન માટે પધારશે, જેમાં લોકો માટે વિવિધ જગ્યા એથી પાર્કિંગ માટે રૂટ નક્કી કરવામાં આવ્યો છે.