અમદાવાદ : શહેરમાં ગત વર્ષે સ્વાઈન ફ્લૂના 777 કેસ સામે આ વર્ષે બે મહિનામાં 1000થી વધુ કેસ, 20 મોત

0
21

અમદાવાદ: ગત વર્ષ શહેરમાં સ્વાઇન ફ્લૂના 777 કેસ નોંધાયા હતા, જેની સામે ચાલુ વર્ષે બે જ મહિનામાં સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસની સંખ્યા 1000ને પાર કરી ગઈ છે અને મૃત્યુઆંક 20 થયો છે. ચાલુ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સ્વાઇન ફ્લૂનો આતંક ચાર વર્ષ પછી વકર્યાનું મ્યુનિ. હેલ્થ વિભાગના આંકડા દર્શાવે છે.

સ્વાઇન ફ્લૂ બેકાબુ બન્યો

2015માં ફેબ્રુઆરી સુધીમાં સ્વાઇન ફ્લૂના કુલ 1500 પોઝિટિવ કેસ હતા. લોકોને સાવચેત રહેવા ગાઇડલાઇન પણ આપવામાં આવી રહી છે. અર્બન હેલ્થ સેન્ટરમાંથી ફ્રી દવાનું પણ વિતરણ કરાઇ રહ્યું છે. આમ છતાં સ્વાઇન ફ્લૂ બેકાબુ બન્યો છે. 40થી વધુ ઉંમર અને બીજી કોઇ ગંભીર બીમારીથી પીડાતા લોકો માટે જોખમી બનતા સ્વાઇન ફ્લૂના ચાલુ વર્ષ અત્યાર સુધીમાં 1000 કેસ નોંધાઇ ચૂક્યા છે.

2015માં ફેબ્રુઆરી મહિના સુધીમાં સ્વાઇન ફ્લુૂના કુલ પોઝિટિવ કેસ 1500 નોંધાયા હતા. ત્યારબાદ વર્ષ 2016માં 73 કેસ અને વર્ષ 2017માં માત્ર સાત જ કેસ નોંધાયા હતા.

શહેરમાં સૌથી વધુ 26, રાજ્યમાં 98 કેસ- 2 મોત
રાજ્યભરમાં શનિવારે એક જ દિવસમાં સ્વાઇન ફ્લૂના નવા 98 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 26 હતા. ત્યારબાદ સુરતમાં 19, વડોદરામાં 17 કેસ નોંધાયા હતા. જ્યારે સારવાર દરમિયાન બે વ્યક્તિના મોત નિપજ્યાં હતા. વર્ષ 2019ના બે મહિનામાં રાજ્યામાં કુલ 2282 કેસ નોંધાયા છે. જે પૈકી હાલ 831 લોકો હજુ સારવાર લઇ રહ્યાં છે.
શિયાળો લાંબો ચાલતાં સ્વાઈન ફ્લૂના કેસ વધ્યા

દર વર્ષ કરતાં આ વર્ષે સમગ્ર વિશ્વ અને ટ્રોપીકલ એશિયન દેશોમાં ઠંડી વધુ પડી છે અને લાંબી ચાલી છે, તેમજ કમોસમી વરસાદ અને વાદળિયા વાતાવરણથી સ્વાઇન ફલૂનાં કેસમાં વધારો થયો છે.

ભેજવાળા વાતાવરણ અને ઠંડકમાં સ્વાઇન ફલૂનો વાયરસ એકથી બીજી વ્યક્તિમાં ઝડપથી પ્રસરે છે, જેથી આ વર્ષે રાજ્યનાં વિવિધ શહેરોનાં કોર્પોરેશન વિસ્તારમાં સ્વાઇન ફલૂનાં કેસમાં વધારો થયો છે. – ડો. કમલેશ ઉપાધ્યાય, પ્રોફેસર ઓફ મેડિસીન, બી. જે. મેડિકલ કોલેજ અનેડ સ્ટેટ રેપીડ રિસ્પોન્સ ટીમનાં સભ્ય

કેસનું સરવૈયું
વર્ષ કેસ મૃત્યુ
2009 170 20
2010 236 59
2011 0 0
2012 8 2
2013 165 33
2014 9 3
2015 2209 139
2016 152 34
2017 2647 150
2018 777 29
2019 1000 20

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here