અમદાવાદ : શાહપુર-દરિયાપુર જેવા સંવેદનશીલ વિસ્તારોના પોલીસ સ્ટે.ની બુલેટપ્રૂફ જેકેટથી સુરક્ષા

0
45

અમદાવાદઃ રાજ્યભરમાં હાઇ એલર્ટના પગલે અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોના પોલીસ સ્ટેશન બહારની સુરક્ષા વધારાઈ છે. આ પોલીસ જવાનો વેજલપુર,શાહપુર,ખાનપુર, કાલુપુર, દરિયાપુર, શહેરકોટડા સહિતના સંવેદનશીલ વિસ્તારોના પોલીસ સ્ટેશનની સુરક્ષા બુલેટ પ્રૂફ જેકેટથી કરી રહ્યા છે.

શહેરના તમામ પોલીસ સ્ટેશન્સની બહાર રેતીની બોરીથી તૈયાર કરવામાં આવેલા બંકરો પણ બનાવવામાં આવ્યા છે. તેમજ પોલીસને યુધ્ધ સામગ્રી અને શસ્ત્રોની સાથે તૈયાર રહેવા અને 24 કલાક સુરક્ષા કરવા આદેશ આપ્યો છે. તેમજ પૂરતા પ્રમાણમાં જેકેટ્સ ઉપલબ્ધ નહીં હોય તો તેની વ્યવસ્થા હેડક્વાર્ટ્સથી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here