અમદાવાદ : સગીરાને સોશિયલ મીડિયા પરથી પ્રેમજાળમાં ફસાવી યુવક અપહરણ કરી નાસી ગયો

0
30

અમદાવાદ: શહેરના બોડકદેવ વિસ્તારમાં સિંધુભવન રોડ પર રહેતી 16 વર્ષની સગીરાને સોશિયલ મીડિયાથી પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કરી યુવક ફરાર થઈ ગયો હોવાની ઘટના બની છે. વસ્ત્રાપુર પોલીસે અપહરણનો ગુનો નોંધી બંને પ્રેમીપંખીડાઓની શોધખોળ હાથ ધરી છે.

સિંધુભવન રોડ પર રહેતી 16 વર્ષની સગીરા સાત મહિના અગાઉ કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા ઋત્વિજ ગઢવી નામના યુવકના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે મોબાઈલ ફોન વાતચીત થતી હતી. સગીરાના માતાપિતા ઘરે ન હોય ત્યારે અવારનવાર ઋત્વિક સગીરાના ઘરે પણ આવતો જતો હતો. ઘરમાં આવી ઋત્વિક સગીરા સાથે અડપલાં કરતો અને તેનો મોબાઈલમાં વીડિયો બનાવતો હતો. મંગળવારે મોડી રાતે ઋત્વિક સગીરાને ભગાડી તેનું અપહરણ કરી નાસી ગયો હતો. સગીરાના માતાપિતાએ બંનેની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેઓ ન મળી આવતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here