Monday, September 20, 2021
Homeઅમદાવાદ : સગીર વયની છોકરી અને છોકરાએ શારીરિક સંબંધ બાંધતાં બે માસનું...
Array

અમદાવાદ : સગીર વયની છોકરી અને છોકરાએ શારીરિક સંબંધ બાંધતાં બે માસનું બાળક રહી ગયું હોવાનું આવ્યું બહાર

અમદાવાદ: શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં પાડોશમાં રહેતા સગીર વયની છોકરી અને છોકરાએ શારીરિક સંબંધ બાંધતાં સગીરાને બે માસનું બાળક રહી ગયું હોવાનું બહાર આવ્યું છે. બંને ધો. 9માં અભ્યાસ કરે છે અને અભ્યાસના બહાને ઘરે આવતા જતા રહેતા હોવાથી બંને વચ્ચે સંબંધ બંધાયો હતો. વિદ્યાર્થી સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.

14 વર્ષની સગીરા અને પાડોશમાં રહેતો સગીર બંને ધો. 9માં જ અભ્યાસ કરે છે. એક જ વર્ગમાં ભણતા હોવાથી અભ્યાસના બહાને ઘરે આવતા જતા હતા. તે દરમ્યાનમાં બંન્નેના ઘરે કોઈ હાજર ન હોવાથી સગીર વિદ્યાર્થીએ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું. વિદ્યાર્થિનીને થોડા સમય પહેલા પેટમાં દુઃખાવો થયો હતો. ડોક્ટરને બતાવતા બે માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યુ હતું. ઇસનપુર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments