Thursday, April 25, 2024
Homeઅમદાવાદ : સરદારનગરમાં પોલીસ ખાટલા સાથે જ બુટલેગરને પોલીસ સ્ટેશન લઈ આવી
Array

અમદાવાદ : સરદારનગરમાં પોલીસ ખાટલા સાથે જ બુટલેગરને પોલીસ સ્ટેશન લઈ આવી

- Advertisement -

અમદાવાદ: છારાનગરમાં ગઈકાલે રાતે ઝોન 4 ડીસીપીએ દારૂના અડ્ડા પર રેડ કરી હતી. રેડ દરમિયાન એક બુટલેગરને પોલીસ ખાટલા સાથે છોટા હાથી વાહનમાં પોલીસ સ્ટેશનમાં લઈ આવી હતી. બુટલેગરે પોલીસ સ્ટેશન આવવાની ના પાડતા પોલીસ તેને ખાટલા સાથે જ ઉપાડી ગઈ હતી.

મળતી માહિતી પ્રમાણે સરદારનગર પોલીસે રેડ દરમિયાન માછેકર નામના બુટલેગર ત્યાંથી પીપળા ભરીને દેશી દારૂ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરવા પોલીસ સ્ટેશન આવવા કહ્યું હતું. પરંતુ તેને પોલીસ સાથે આવવાની ના પાડી અને ખાટલા પર બેસી ગયો હતો. અનેક વખત કહેવા છતા તે ન આવ્યો એટલે પોલીસ બુટલેગરને ખાટલા સહિત ઉપાડી ગઈ હતી.આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવા માટે પોલીસે છોટા હાથી પણ બોલાવી પડ્યું હતું.

સમગ્ર મામલે ઝોન-4 ડીસીપી નીરજ બડગુજરે જણાવ્યું હતું કે આરોપી વધુ વજન વાળો હતો અને તેને ઉપાડીને લઈ જઈ શકાય તેમ ન હતું. ખાટલા ઓર જ બેસી રહેતા તેને ખાટલા સાથે જ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular