અમદાવાદ સહિત આ મોટા શહેરોમાં હેકર્સ Cyber Attack કરીને ખાતા કરી શકે છે ખાલી, SBIએ આપી ચેતવણી

0
0
આ પહેલા પણ દિલ્હીનાં સાયબર સેલે પણ લોકોનાં વોટ્સએપ પર પોતાની બેંક સંબંધિત જાણકારી શેર કરવાની સ્પષ્ટ ના કહી છે.

દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ (SBI) પોતાના ગ્રાહકોને સંભવિત સાયબર હુમલા અંગે ચેતવણી આપી છે. બેંકે રવિવાર સાંજે એક પોસ્ટ શેર કરીને ગ્રાહકોને સાવધાન રહેવા જણાવ્યું હતું. પોસ્ટમાં કેટલાક મોટા શહેરોમાં સંભવિત સાયબર હુમલાઓ અંગે જણાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં એસબીઆઈએ (SBI) ગ્રાહકોને અપીલ કરી છે કે, ગઠિયાઓ COVID-19ના નામ પર ખોટો ઈમેઇલ મોકલીને તેમની વ્યક્તિગત અને નાણાંકીય જાણકારી ચોરી રહ્યાં છે.

આ પહેલા પણ દિલ્હીનાં સાયબર સેલે પણ લોકોનાં વોટ્સએપ પર પોતાની બેંક સંબંધિત જાણકારી શેર કરવાની સ્પષ્ટ ના કહી છે. આ હેકર્સ બેંકની માહિતી લઇને એકાઉન્ટ હેક કરી લે છે.

SBIએ રવિવારે એક ટ્વિટમાં લખ્યું કે, અમારી જાણમાં આવ્યું છે કે, ભારતનાં મોટા શહેરોમાં એક સાયબર હુમલો થવાનો છે. [email protected] પરથી આવતા ઇમેઇલ કે જેનો સબ્જેક્ટ ‘ ફ્રી COVID-19 ટેસ્ટ’ હોય તની પર ક્લિક ન કરો.

એસબીઆઈએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, આશરે 20 લાખ ભારતીયોની ઇમેઇલ આઇડી સાયબર અપરાધીઓએ ચોરી કરી લીધી છે. હેકર્સ ઇમેઇલ આડી [email protected] પરથી લોકોનો મફતમાં કોરોના ટેસ્ટ કરવાના નામ પર તેમની વ્યક્તિગત અને બેંકની જાણકારી મેળવી લે છે.

એસબીઆઈએ દેશનાં દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, ચૈન્નઇ અને અમદાવાદનાં લોકોને આ ફ્રોડ ઇમેઇલ અંગે વિશેષ રીતે સાવધન રહેવા કહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here