- Advertisement -
અમદાવાદ: ઉત્તર ભારતમાં અચાનક જ ઠંડીનું સામ્રાજ્ય છવાયું છે જેથી બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. 7 ડિગ્રી સાથે ડીસા અને નલિયા રાજ્યના સૌથી ઠંડા શહેર બન્યા છે.
કોલ્ડવેવનું પ્રમાણ વધ્યું
પવનની દિશા બદલાતા ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોથી રાજ્યમાં કોલ્ડવેવનું પ્રમાણ વધ્યું છે. દિવસ દરમિયાન ચાલી રહેલા કોલ્ડવેવથી લોકો ઠુંઠવાઈ રહ્યાં છે.
રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી
શહેર | તાપમાન |
નલિયા | 7 |
ડીસા | 7 |
અમદાવાદ | 9 |
ગાંધીનગર | 9 |
કંડલા એરપોર્ટ | 9 |
રાજકોટ | 9 |
વલ્લભ વિદ્યાનગર | 9 |