Thursday, May 19, 2022
Homeઅમદાવાદ સાઈબર ક્રાઈમે દિલ્હીથી લૂંટતી ગેંગ ઝડપી, બજાજ ફાયનાન્સના નામે લોકોને ખંખેરતા
Array

અમદાવાદ સાઈબર ક્રાઈમે દિલ્હીથી લૂંટતી ગેંગ ઝડપી, બજાજ ફાયનાન્સના નામે લોકોને ખંખેરતા

- Advertisement -

અમદાવાદ: સાયબર ક્રાઇમ બ્રાન્ચે બજાજ ફાયનાન્સના નામે લોન અપાવવાનું કહી છેતરપિંડી કરતા આઠ લોકોની દિલ્હીથી ધરપકડ કરી છે. જ્યારે 26 જેટલા આરોપીઓને નોટિસ આપવામાં આવી છે.

માસ્ટર માઈન્ડે પહેલા નોકરી કરી બાદમાં પોતાનું કોલ સેન્ટર શરૂ કર્યુ

દિલ્હીના તિલક નગરમાં બે માળની ભાડેથી ઓફિસ રાખી લોકો પાસેથી રૂપિયા ખંખેરવાનું કામ ગેંગ દ્વારા કરવામાં આવતું હતું. ગેંગનો માસ્ટર માઈન્ડ દિલ્હીના દ્વારકાનગરમાં રહેતો વિજય ધવન હોવાનું સામે આવ્યું છે, જે હાલ ફરાર છે. વિજય ધવન પહેલા કોલ સેન્ટરમાં કામ કરતો હતો. બાદમાં તેણે પોતાનું ગેરકાયદેસર કોલ સેન્ટર ખોલી દીઘું હતું.

કોલર ફોન કરે બાદમાં ટીમ લીડર ખેલ પાડતા

આરોપીઓ બજાજ ફાયનાન્સના હોવાનું કહી 5 ટકા સામાન્ય વ્યાજે લોન અપાવવાનું કહી લોકોને ભોગ બનાવતા હતાં. આ ગેંગ લોનના સિક્યોરિટી ,ઇન્સ્યોરન્સ તથા ડિપોઝીટ તેમજ લોન ક્લિયરન્સ પેટે રૂપિયા એકઠા કરતા હતા. જો કોઈ વ્યક્તિ આરોપીઓ પાસેથી પુરાવા માંગે તો બજાજ ફાયનાન્સનું આઈ કાર્ડ વોટ્સએપ કરતા હતા. ગેંગમાં કોલરની ભૂમિકા ગ્રાહકોને ફોન કરવાની હતી બાદમાં મેનેજર અને ટીમ લીડર જરૂરિયાતમંદ પાસેથી કેવી રીતે રૂપિયા પડાવવા, ઈન્સ્યોરન્સ અને અન્ય વાતો કરી કન્વેન્સ કરતા હતા. માલિક વિજય ધવન ફોન કરી પોતાના એકાઉન્ટમાં પૈસા મંગાવતો હતો. કૌભાંડનો આંકડો કરોડો રૂપિયામાં જાય તેવી આશંકા પોલીસ સેવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular